બક્ષીર્વચનમ્

બક્ષી…

એટલું જ કાફી છે ને, એ માણસને ઓળખાવવા માટે!

માત્ર યાદ કરીએ ને સાક્ષાત બક્ષી, એમના શબ્દોરૂપી ચાબખાં સાથે હાજરાહજૂર થઈ જાય.

આજે પણ કેટલીક ઘટનાઓ પછી નિરાશા ઘેરી વળે, લોકોની માનસિકતા પર ગાળો આપવાનું મન થાય કે નેગેટિવ વિચારોમાં સપડાવાય ત્યારે બક્ષી એક જ કાફી છે એમાંથી બહાર ખેંચી લાવવા માટે.

સાવ થોડાં અને સાફ શબ્દોમાં સટીક વાત.

ક્યારેક તમને ખખડાવતા જાણે કહેતા હોય-

તમે એ લોકો બદનસીબ છો, બદબખ્ત છો જે ખરાબ થવાની ઉંમરે ખરાબ થવું ચૂકી ગયાં છો, અને હવે દોષગ્રંથિથી તડપી રહ્યાં છો.

ચાલો, સારાં બનીને લગ્ન કરી લો ત્યારે!

વાત હોય લગ્નની ત્યારે બક્ષી બોલે નહીં, ફટકારે!

” આપણે ત્યાં મંગળ વચ્ચે આવે છે, શનિ છે, ગુરુ નપુંસક છે, રાહુ-કેતુ છે. અહીં ગુરુ અને શનિ પ્રેમ કરે છે, મંગળ અને મંગળ પ્રેમ કરે છે, પુરુષ અને સ્ત્રી માત્ર અકસ્માતો છે.”

વાત જો સુખી! ગુજ્જુ પુરુષના જીવનની હોય તો બક્ષી કહે:

“સુખી ગુજરાતી પુરુષના જીવનમાં પાંચ વર્ષના ગૃહસ્થાશ્રમ પછી તરત જ પુર્નબ્રહ્મચર્યાશ્રમ આવી જાય છે. મન અને શરીરને ધર્મધ્યાનમાં અને બાવાઓ પાછળ વાળી લેવાની એક અદ્ભુત શક્તિ આપણી પાસે છે.

દેહ એ મનની પૂંછડી બની જાય છે, અને કિચન અને મંદિરની વચ્ચે પટપટયા કરે છે.”

લગ્ન અને પુરુષની વાત હોય તો ‘પતિ’ અને ‘પ્રિયા’ને એ કેમ છોડે?

સ્પષ્ટ સંભળાવી દે-

“પત્ની સાથે પ્રેમની એક ‘પતિ’ભાષા હોય છે.

પ્રિયતમા સાથે પ્રેમની એક પરિભાષા જન્મી જતી હોય છે.”

પતિ અને પ્રિયા આવે તો પત્ની કેમ બાકી રહે?

કિચનમાં ફૂડ પ્રોસેસર છે અને બેડરૂમમાં સેક્સ-પ્રોસેસર છે, જેની છાતી પર આપણે ‘પત્ની’નું સ્ટીકર લગાવી દીધું છે!

સ્ત્રી મહાન કેમ?

સ્ત્રીની વાતમાં સ્ત્રીને તો ઝપટમાં લે, પણ ચોખલીયા ગુજ્જુ પતિઓનેય ચાબખો મારવાનું બક્ષી ચૂકે?

“સ્ત્રીની મહાનતાની ગુજરાતી વ્યાખ્યામાં આજે પણ ગૃહસ્થી, સંતાનો, ધર્મ, રોટલી વણવાની કુશળતા અને એ રોટલી ૨૨, ૩૪ કે ૪૧ વર્ષો સુધી ગરમગરમ બે ટંક ખાઈ જતો પતિ મુખ્ય છે.”

ગુજરાતી સ્ત્રી શું વાંચે છે, અથવા તો એને શું વંચાવવામાં આવે છે? બક્ષીની તપી ગયેલી કટાર વાગે-

“ગુજરાતી ભાષાની સ્ત્રી પત્રિકાઓ હજુ નખ કેમ રંગવા, પેટ સાફ કરવા કેટલું ત્રિફળા લેવું અને પતિના મામા જમવા આવે તો સલાડ કેમ સજાવવા જેવા વિષયોમાંથી બહાર નીકળી નથી. ”

સમાજની સ્ત્રી-પુરુષ સમજને સોંસરવો ઘા કરતા બક્ષી બોલી ઉઠે-

“સ્ત્રી અને પુરુષની ભિન્ન માનસિકતાઓ જન્મવા માટે એક મુખ્ય કારણ એ ગણવામાં આવે છે કે, પુરુષને રેપ કરીને ગર્ભાધાન કરી શકાતું નથી. ”

રોમાંસ?

રોમાંસ પણ એક આખું અલગ શાસ્ત્ર છે નહીં? આશ્ચર્યોદગાર સહ બક્ષી ઉવાચે-

“રોમાંસ કરી રહેલા પુરુષનો અવાજ પાંજરામાંથી લેબોરેટરીના ટેબલ પર મુકાતા ગીની-પીગ જેવો શા માટે થઈ જતો હશે!”

ધર્મ અને ધર્મગુરુઓ માટે જો બક્ષી વચન કહેવામાં આવે તો આખું પુસ્તક બને!

એક નમૂનો માત્ર –

“ધર્મ યુવા વિરોધી, સ્ત્રી વિરોધી, શરીર વિરોધી હોતો નથી, ધર્મગુરુને….. થવું પડે છે.”

દોસ્તી, પ્રેમ કે સેક્સ વિશે કહેવામાં બક્ષી તમામ દંભ ફગાવીને, ઈમાનદાર ખુદ્દારી સાથે દંભી સમાજ સમક્ષ ઊભેલા દેખાય.

” મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે. બુદ્ધિહીનને હું સહન કરી શકતો નથી. બુદ્ધિમાન સ્ત્રી સાથે સેક્સ એ શેમ્પએઇન સાથેનું કેવિયાર છે, અને આ શેમ્પએઇન-કેવિયારના લુત્ફનો મને એહસાસ છે, અનુભવ છે, અનુભૂતિ છે.”

અંતે કેટલાંક સૌમ્ય બક્ષીર્વચનમ્…☺

“તમે કોઈ સ્ત્રી સાથે અવૈધ સંબંધ બાંધો છો ત્યારે એ ‘બ્લેક કીસ’ કહેવાય છે. આપણે જો આપણી કાયદેસરની ધર્મપત્નીને સફેદ ચુંબન કરવું હોય તો પણ ભાભુથી ભાણિયા સુધી બધાનો વિચાર કરવો પડે છે.”

“દરેક નગ્ન ધડ સમાન લાગે છે, ધડ અને ચહેરો જ શરીર બનાવે છે, અને બીજી વ્યક્તિની ઉપસ્થિતિનું એકાંત સેક્સ ભડકાવે છે. બાકી, સેક્સ એકલી વ્યક્તિમાં માત્ર એક આયામી છે, અંધ છે, એનામાં વહેતા પરપોટા જેટલું પણ ચેતન નથી.”

ખેર…

આ તો એક ઝલક છે એ યોધ્ધાની.
બાકી બક્ષી અટકતા નથી અને કોઈ અટકાવી શકશે નહીં.

૨૦ ઓગસ્ટ તો વારંવાર આવશે, પણ ચંદ્રકાન્ત બક્ષી ફરી નહીં આવે.

બસ એમના શબ્દો જગાડતાં રહેશે વારંવાર આપણને મહોરા પહેરેલી અઘોર નિંદ્રામાંથી.

જન્મદિન મુબારક બક્ષી…

(સ્ત્રીઓ વિષેના સર્વશ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક- “સ્ત્રી વિષે”માંથી)

જિંદગીની થોડી સાંજ ગમતાં ગીતોને નામ

 

જિંદગી આજે છત્રીમાંથી બહાર નીકળી, યાને કે ૩૭મા વર્ષમાં પ્રવેશી.

હજુ પણ ઉપર નીલી આસમાની છત્રી જોઈને હાથ ફેલાવી બાથ ભરવાનું મન થાય છે.

હજુ પણ આંખોમાં ‘હૈરાની’, દિલોમાં ‘બેતાબી’ અને નજરમાં ‘ખ્વાબો કી બીજલીયાં’ દોડતી રહે છે.

મતલબ કે ‘ઝિંદા હૈ હમ’

વાસંતી મૌસમ હોય ને વહેતી હવાઓ વચ્ચે દાસ્તાન-એ- જિંદગીની વાત થતી હોય ત્યારે કોઈ સરગમ તો છેડાવી જોઈએ ને!

સુના રહા હૈ યે સમા, સુની સુની સી દાસ્તાં

ફઝા ભી હૈ જવાં જવાં.. હવા ભી હૈ રવાં રવાં..

ચાંદની રાત મેં જાગતી ઝિલ કે સાહિલ પે કહીં ,  હાથો મેં  હો કોઈ સાઝ-એ-હસીં,

મુહબ્બત જવાં હો, ખુલા આસમાં હો..

કરે કોઈ દિલ આરઝુ ઔર ક્યા!!!

જિંદગીમાં બીજું શું જોઈએ! આવી જ કોઈ ચંદ આઝાદ ઘડીઓમાં તો છૂપાઈ છે જિંદગી.

 

9181075_orig

 

ક્યારેક ‘હૈ સફર બહોત હી કઠિન મગર ન ઉદાસ હો મેરે હમસફર’ ગાવાનું મન થાય તો ક્યારેક ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં’ યાદ આવે.

એક વાર વાતવાતમાં જિંદગીને મારાથી કહેવાઈ ગયું હતું કે –

“હું ક્યાં કહું છું કે સુખ કાયમ વરસતું રહેવું જોઈએ…
પણ દુઃખના દિવસોમાં ધીરે ધીરે ટપકતું રહેવું જોઈએ!”

મારા માટે આ ટપકતાં સુખના થોડા ટીપાં એટલે ગીત-સંગીત.

એ જ ઝરમર વરસાવવાનું મન થાય છે આજે.

ગીતો વડે રીમઝીમ રસ વરસાવનારા સંગીત વિનાની જિંદગીની કલ્પના પણ થઈ શકે છે?

જિંદગીની બેઝિક જરૂરીયાતો હવા, પાણી, રોટી, કપડાં અને મકાનમાં એક ઓર જરૂરિયાત એટલે કે ‘સંગીત’ ઉમેરાવું જોઈએ એમ નથી લાગતું?

અગર સાંભળી શકો તો પૃથ્વી પણ ગાય છે અને બ્રહ્માંડમાં પણ અનહદનો કોઈ નાદ ગૂંજતો રહે છે.

સડકો પર રહેતા હોઈએ કે મહેલોમાં પણ દિલ તો ગાતું રહેવું જોઈએ.

સુખ-દુઃખ, ચડતી-પડતી, આનંદ-વેદનાઓ તો શ્વાસ ટકે છે ત્યાં સુધી ચાલ્યા કરશે. પણ આ દરેક પરિસ્થિતિઓમાં સાથે ને સાથે રહેલા થોડા ગીતો, દિલોદિમાગમાં ગૂંજતા રહ્યા છે જે સતત. એ જ ગીત વહેંચવા છે આજે.

વર્ષ આખુંય જાણે સૂરો પર સવાર રહ્યું. મનના એકાદ ખૂણે કોઈ એકતારો ધીમે ધીમે વાગતો રહ્યો છે સતત.

એવા ગીત, જેના માટે તલત મહેમૂદની જેમ ગાવાનું મન થાય –

દિલ મેં રખ લેના ઇસે હાથો સે યે છૂટે ના કહીં

ગીત નાજુક હૈ મેરા શીશે સે ભી ટૂટે ના કહીં

જલતે હૈ જિસકે લિયે…

જગજીત સિંગના અવાજમાંથી રેલાતા ગાલીબ મનને ઝંઝોડતા રહે વક્ત બે-વક્ત….

આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક..

કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક…

દરેક અહેસાસની તીવ્રતા કદાચ અમુક સમય સુધી જ રહે છે. એની અસર ખતમ ના થાય ત્યાં સુધીમાં એને પહોંચાડવા માટેનો મુકામ પણ સમયસર મળી જવો જોઈને ને!!

નહીંતર નાસીર ફરાઝના બોલ ગુંજી ઊઠે – ઝિન્દગી દો પલ કી… ઇન્તઝાર કબ તક હમ કરેંગે ભલા..!!

કે પછી છોટી સી જિંદગીને વિશાળતાથી જીવી લેવાનું કહેતા હેમંતકુમાર ગાઈ ઉઠે –

ઝિંદગી પ્યાર કી દો-ચાર ઘડી હોતી હૈ

ચાહે થોડી ભી હો યે ઉમ્ર બડી હોતી હૈ.

 

જિંદગીના રોજીંદાપણાને સહલાવતા સહલાવતા ગીતો ગુંજતા રહ્યા મનની વાદીઓમાં. કોઈપણ કામ કરતા કરતા કે પછી ફુર્સતની ઘડીઓમાં અને ક્યારેક સ્વપ્નોમાંય જહનમાં તાલબદ્ધ અવાજો પડઘાતા રહ્યા. જેણે જિંદગીને દરેક કદમ પર એક નવો આયામ આપ્યો, એક અલગ અર્થ આપ્યો.

રોજે-રોજ કંઈક ને કંઈક બદલાતી રહેતી પરિસ્થિતિ પ્રમાણેના મૂડ-મિજાજને પારખીને મન બહલાવતા રહ્યા છે આ ગીતો…

ઉઘડતી રાતે ગરદન ખેંચીને ખીલેલા ચાંદને જોતા જોતા કાનમાં ગૂંજે તલત અઝીઝનો રેશમી અવાજ –

સુર્ખ ફૂલોં સે મહક ઉઠતી હૈ દિલકી રાહે,

દિન ઢલે યું તેરી આવાઝ બુલાતી હૈ હમે…

ઝિન્દગી જબ ભી તેરે બઝ્મ મેં લાતી હૈ હમે..

એ ઝમીં ચાંદ સે બેહતર નઝર આતી હૈ હમે…

ને દિલ રોશન રોશન કરી જાય.

ગમ અને ખુશીની ધૂપ-છાંવ ઘેરી વળે ત્યારે ફૈઝ અવારનવાર યાદ આવે અને એ ય નૂરજહાંના મંજાયેલા સ્વરમાં…

ઓર ભી દુઃખ હૈ ઝમાને મેં મુહબ્બત કે સિવા.. રાહતે ઓર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા..

ચાંદની રાતમાં ચાંદ-તારાઓનો સંગાથ જોઈને ક્યારેક એકલતા ઘેરી વળે ત્યારે એ જ નૂરજહાંનો સ્વર વિંટળાય આસપાસ –

આ રાત જા રહી હૈ યૂં જૈસે ચાંદની કી બારાત જા રહી હૈ..

ચલને કો અબ ફલક સે તારોં કા કારવાં હૈ.. ઐસે મેં તું કહાં હૈ… દુનિયા મેરી જવાં હૈ.. આવાઝ દે કહાં હૈ….

એમાંય જો સૂર માં સૂર મળે તો ત્યાં જ જિંદગીની વસંત ખીલે..

કયું હમ બહારો સે ખુશિયાં ઉધાર લે.. કયું ના મિલકે હમ હી ખુદ અપના જીવન સંવાર લે..

તું જો મેરે સૂર મેં સૂર મિલા લે…

 

મુહબ્બતના મોડ પર કોઈ અન્જાન આંખોમાં વર્ષોની પહેચાન ઉભરાય ત્યારે હૃદયના તાર ઝણઝણે અને હેમંતદા સૂરોમાં લહેરાય.

ન તુમ હમે જાનો, ન હમ તુમ્હે જાને

મગર લગતા હૈ કુછ ઐસા… મેરા હમદમ મિલ ગયા…..

ઊઘડતી રાતે સજતી સંવરતી મોસમની સાક્ષીએ સજનને શિકાયત કરવાનો મૂડ હોય ત્યારે ભૂપિન્દરના અવાજમાં સહજ જ ગીત ઉઘડે…

ગમ ખુશી ખુશી છુપા લિયા.. દર્દ કો ભી દિલ બના લિયા..

ઝિન્દગીને આઝમા લિયા..તુમ તો ન લો ઇમ્તિહાં..

ઋત જવાં જવાં… રાત મહેરબાં… છેડો કોઈ દાસ્તાં…

ગહેરી ખામોશ રાત્રે છત પર સૂતાં સૂતાં તૂટતાં તારાઓને જોઈને સાહીરસાહેબના શબ્દો ગુનગુનાવવાનું મન થાય –

આતી હૈ સદા તેરી ટૂટે હુયે તારોં સે.. આહટ તેરી સુનતી હૂં, ખામોશ નઝારો સે…યે રાત યે ચાંદની ફિર કહાં.. સુન જા દિલ કી દાસ્તાં…ચાંદની રાતે, પ્યાર કી બાતે.. ખો ગઈ જાને કહાં..

રાત અને બાત ભલે ખોવાઈ જાય પણ પ્યાર…! પ્યાર હંમેશા કહેતો રહે છે –

ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે

મગર હમ હમેશા તુમ્હારે રહેંગે.

 

દાસ્તાન-એ-દિલ સુનાવવાની ઈચ્છાઓ ત્યારે પણ જાગે જયારે સફરના ખૂબસૂરત નઝારાઓ કોઈ હમસફર સાથે વહેંચાય અને મન ગાય –

મુહબ્બત જવાં હો, ખુલા આસમાં હો

કરે કોઈ દિલ આરઝુ ઔર ક્યા!

યે રાતે યે મૌસમ નદી કા કિનારા, યે ચંચલ હવા…

પ્રિયજન સાથે ગુજારેલી ચંદ ક્ષણો હંમેશા ગાતી હોય ફય્યાઝ હાશમીના બોલ –

વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર… ચંદ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ..

ઇસકો ખોકર મેરી જાંને જાં… ઉમ્રભર ના તરસતે રહો..

આજ જાને કી ઝિદ ના કરો..

 

કોઈ વણબોલ્યો કરાર શબ્દ બની બેગમ અખ્તરના અવાજમાં વહે આસપાસ –

વો જો હમ મેં તુમ મેં કરાર થા… તુમ્હેં યાદ હો કે ના યાદ હો.

વહી યાની વાદા નિબાહ કા.. તુમ્હેં યાદ હો કે ના યાદ હો..!

 

અજાણ્યા પ્રદેશોમાં એકલવીર થઈને ભમતા ભમતા ‘મોઈ ઇતિ જાજાબોર’ હોઠો પર આવે અને જહનમાં ભૂપેન હઝારીકાનો ઘૂંટાયેલો અવાજ –

 મૈને દેખી હૈ કહીં ગગન ચૂમતી ઊંચી અટારી ઔર ખ્વાબ છનતી દેખી હૈ વહીં ઝીંદગી બેચારી મૈને દેખે હૈ ઝમીં પે કઈ બુઝાતે હુએ સુરજ જલતા હૈ જો આકાશ મેં વો રાત કા તારા હું હાં… આવારા હું.

જિંદગીની સફરમાં આ બન્જારાપણું એના રંગ બતાવે ત્યારે કોઈની હમસફર બનવાની ખ્વાહીશોને કહેવું પડે ગુલામ અલીની જેમ –

પૂછ કર મેરા પતા વક્ત રાયગા ન કરો.. મેં તો બંજારા હૂં… ક્યા જાને કિધર જાઉંગા.ઈતના ટૂટા હું કે છૂને સે બિખર જાઉંગા.

કે પછી કોઈ મનગમતો નઝારો કલ્પનાઓમાં હોય અને ઈચ્છાઓ કહી ઉઠે –કોઈ રાત ઐસી ભી આયે કે યે મંઝર દેખું.તેરી પેશાની હો ઔર અપના મુકદ્દર દેખું…

 

એકલતા જ્યારે સપનાઓના રંગને ઝાંખા પાડી દે ત્યારે નિદા ફાજલીના શબ્દો ગાતા ભૂપેન્દ્ર યાદ આવે –

કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા.. કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા..જિસે ભી દેખિયે વો અપને આપ મેં ગુમ હૈ.. ઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતા…

જિંદગીના જખ્મો પણ કમાલની ચીજ છે. ભીતરથી ઉઝરડા પાડી છોલી નાખે પણ બહારથી ક્યારેક અણસાર પણ ન આવવા દે.

દર્દ પર દર્દ આપીને તૈશમાં આવી ગયેલો સમય બદલાય ત્યારે જિંદગીય સેપિયા રંગોની બની ગઈ હોય.

જખ્મ દિખતે નહીં અભી લેકિન, ઠંડે હોંગે તો દર્દ નિકલેગા..તૈશ ઉતરેગા વક્ત કા જબ ભી.. ચેહરા અંદર સે ઝર્દ નિકલેગા….આજ બિછડે હૈ, કલ કા ડર ભી નહીં.. ઝિન્દગી ઈતની મુખ્તસર ભી નહીં…

આંખોની એ મહેંકતી ખુશ્બૂ અનુભવ્યા પછી એને કોઈ નામ આપવાની જરૂર રહે ખરી?

મુસ્કરાહટ સી ખિલી રહતી હૈ આંખો મેં કહીં ઔર પલકો પે ઉજાલે સે ઝુકે રહતે હૈ હોઠ કુછ કહતે નહીં, કાંપતે હોઠો પે મગર કિતને ખામોશ સે અફસાને ઝુકે રહતે હૈ.

આવા જ કોઈ આંખોમાં ઉભરતા ખામોશ અફસાનાને બયાન કરતી જગજીત-ચિત્રા સીંગની ગઝલ ગૂંજી ઉઠે– કૌન કહતા હૈ મુહબ્બત કી ઝુબાં હોતી હૈ…યે હકીકત તો નિગાહો સે બયાં હોતી હૈ !

હંમેશા આંખો જ બોલે ને જબાન ખામોશ રહે એ તો કેમ ચાલે? ક્યારેક વળી કહી જ દેવું પડે – મૈં કહતા હું ઈસ દિલ કો દિલ મેં બસા લો, વો કહતે હૈ હમ સે નિગાહેં મિલા લો…નિગાહો કો માલુમ ક્યા દિલ કી હાલત ! નિગાહો નિગાહો મેં ક્યા બાત હોગી!!!

 

તપી ગયેલી જિંદગીમાં શીતળ છાંયાની જેમ લહેરાઈ આવતી સોબત અનુભવ્યા પછી કહ્યા વિના કેમ રહી શકાય –

તુમકો દેખા તો યે ખયાલ આયા ઝીંદગી ધૂપ તુમ ઘના સાયા…

એના પ્રેમને ખાતર જિંદગી લૂંટાઈ જાય ને ભગવાન પણ ભૂલાઈ જાય તોય શું? દીવાનગીનું નામ જ તો ચાહત. જગજીત-ચિત્રા સીંગના અવાજમાં ઘુમરાય ને સુદર્શન ફાકિરનું પેલું ગીત!

અગર ખુદ કો ભૂલે તો કુછ ભી ન ભૂલેચાહત મેં ઉનકી ખુદા કો ભૂલા દે  અગર હમ કહે ઔર વો મુસ્કુરા દે હમ ઉનકે લિયે ઝિન્દગાની લૂટા દે…

 

તેજ ભાગતી જિંદગીમાં મઝધારે પહોંચતા તો હાંફી જવાય છે નહીં?

ત્યાં પણ મદદ-એ-ગીત લઈને મન્નાડે હાજર છે જનાબ!

પાર હુઆ વો રહા જો સફર મેં

જો ભી રૂકા, ઘિર ગયા વો ભંવર મેં

તુજ કો ચલના હોગા..

દોડી દોડીને થાકી ગયેલા કદમોમાં કિશોરદાની હાક સુણીને નવું જોમ ભરાય –

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ

યું હી ચલાચલ દિલ કે સહારે, મંઝિલ કરતી હૈ તુજ કો ઈશારે… ઓ રાહી ઓ રાહી.

 

જિંદગીની બડી કઠિન રાહો પર કોઈ ભૂલ્યા-ભટક્યા મુસાફર જેવું અનુભવાય ત્યારે અહમદ હુસેન, મોહમ્મદ હુસેનના અંદાજમાં લલકારવાનું મન થાય ત્યારે રોકી કેમ શકાય જાતને?

પ્યાર સચ્ચા હો તો રાહે ભી નિકલ આતી હૈ

બીજલીયા અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ.

તું ભી બીજલી કી તરહ ગમ કે અંધેરો સે નિકલ

ચલ મેરે સાથ હી ચલ…

 

પર્દા પાછળ રહીને તો ઈશ્વર કામ કરે પણ માણસે પ્રેમ કાયમ છૂપાઈને જ કેમ કરવો પડે છે?

અહમદ ફરાઝનો કાતિલ કટાક્ષ મેંહદી હસનના અવાજમાં છેડવાનું મન થાય…

તું ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તો જૈસા,

દોનો ઈન્સાન હૈ તો ક્યોં ઈતને હિજાબો મેં મિલે!!

અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મિલે…

 

કોઈ સો પરદાઓમાં ભલે રહે પણ દિલનો અવાજ દિલ ફાડીને નીકળે છે મૌસમ બદલાતી રહે છે પણ દિલનું દર્દ !? દર્દ કાયમ રહે છે.

દો પત્તે પતઝડ કે પૈડો કી શાખો સે ઉતરે થે..

ફિર કિતને મૌસમ ગુઝરે,

વો પત્તે દો બેચારે, ફિર ઉડને કી ચાહત મેં વો સહરાઓ સે ગુઝરે

વો પત્તે દિલ-દિલ થે…

પ્યાર મુહબ્બત હોય ત્યાં વસ્લ અને વિરહના ખુશી અને ગમ તો રહેવાના જ.

કોઈ દિલમાં મહેંકી ઉઠે છે છે બાગ બનીને… છવાઈ જાય છે આપણા અસ્તિત્વ પર આસમાન બનીને અને ગવાઈ જાય છે –

તુમ હમારી ઝિંદગી કે બાગ હો

તુમ હમારી રાહ કે ચરાગ હો,

મેરે લિયે આસમાં હો તુમ… યાદ કિયા દિલ ને કહાં હો તુમ !

થોડો ઈન્તઝાર તો મીઠો લાગે પણ લાંબી જુદાઈ થઈ જાય ત્યારે નીંદ હરામ કરી નાખે.

એક સીધી અને સરળ વાત કહેવા માટેય જબાન આમ ખામોશ કાં થઈ જાય? ગાવાનું મન થાય ગુલઝારનું એ ગીત હેમંતકુમારના અવાજમાં –

હોઠ પે લિયે હુએ, દિલ કી બાત હમ

જાગતે રહેંગે ઔર કિતની રાત હમ..

મુખ્તસર સી બાત હૈ – તુમ સે પ્યાર હૈ… તુમ્હારા ઈન્તઝાર હૈ!

 

ફેલાતી જતી રાતના કોઈ પહોરે રાતરાણીની ખૂશ્બુ દિલોદિમાગ પર છવાતી જાય ત્યારે મન ગાઈ ઉઠે –

ફિર છીડી રાત, બાત ફૂલોં કી..

રાત હૈ યા બારાત ફૂલોં કી…

 મૌસમ એની પૂરી મસ્તીમાં ખીલી ઉઠે ત્યારે એકલતા ભારે પડી જાય ને કહી ઉઠે –

મૌસમ હૈ આશિકાના.. અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના..

જેવા એ આવીને પાસે બેસે કે સાંજ જાણે રોશન રોશન થઇ જાય અને હવામાં ગૂંજી ઉઠે

– વો આ કે પહલું મેં ઐસે બૈઠે કે શામ રંગીન હો ગઈ હૈ
ઝરા ઝરા સી ખીલી તબિયત, ઝરા સી ગમગીન હો ગઈ હૈ…

અને ગમગીન કેમ ન થાય? મિલન પછી ફરીથી વિયોગની ઘડીઓ રાહ જોતી જ હોય છે!

આમ નારાજગીથી ન જુઓ યાર…

વિરહની ઘડીઓમાં હાલ-એ-દિલ તો જે સહે એ જ જાણે !

સાથે ગુજારેલી ક્ષણોના સ્મરણોનો મહામૂલો સામાન કોઈને પાછો કઈ રીતે મોકલી શકાય?

કઈ રીતે કહી શકાય કે મારી પાસે તો

–પતઝડ હૈ કુછ… યા સાવન કે ભીગે ભીગે દિન રખે હૈ!ગીલી મહેંદી કી ખૂશ્બુ,

ઝૂઠમૂઠ કે શિકવે કુછ ઝૂઠમૂઠ કે વાદે ભી સબ યાદ કર દૂં.સબ ભિજવા દો, મેરા વો સામાન લૌટા દો.

ફરી ફરીને તન્હાઈઓના દૌરમાંથી ગુજરવાનું થાય ત્યારે દિલને સમજાવવા ગુનગુનાવે મન તલત મેહમૂદનું એ દિલકશ ગીત –

ફિર વોહી શામ વોહી ગમ વોહી તનહાઈ હૈ..

દિલ કો સમઝાને તેરી યાદ ચલી આઈ હૈ…

 

જિંદગીની સફર કોઈના માટે આસાન નથી હોતી.

ચિત્રા સીંગ ગાય છે ને –

ઝિંદગી કો કરીબ સે દેખો

ઈસકા ચેહરા તુમ્હે રુલા દેગા…

-બસ એવી જ કંઈક.

છતાંય દરેક મુકામ પર કંઈક મનગમતું મળતું રહે છે, જે સફરને સહેવા લાયક બનાવી આપે છે.

એને કહેવાનું મન થાય છે કે –

સફર ખત્મ કર દેંગે હમ તો વહીં પર

જહાં તક તુમ્હારે કદમ લે ચલેંગે…

આવતી પળ તો શું લઈને આવશે એ કોણ જાણી શકે છે પણ બસ ઢોલક પર થાપ દઈને માથું ઘુમાવી ગાઈ નાખવાનું-

ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં

સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના…

તો હમસફર દોસ્તો, આવા તો હજારો ગીતો છે જે કોઈને કોઈ ઘટનાઓમાં, સંવેદનાઓમાં, યાદોમાં, બદલાતી મોસમોમાં મંડરાતા રહે છે, ગુંજતા રહે છે આસપાસ.

ક્યા ભૂલું ક્યા યાદ કરું!!!

આજે તો બસ વીતી ગયેલો દૌર આંખોમાં ઉભરતો રહે છે અને ગાતો રહે છે –

ગુઝર ગયા વો ઝમાના કૈસા કૈસા…

યાદ આવે છે – વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.

પછી વિતેલા જમાનાની જાહોજલાલીમાં ખોવાઈ ગયેલા મનને કહેવું પડે છે –

ઈસ જીવન કી ચઢતી ઢલતી ધૂપ કો કિસને બાંધા!

કાહે યે જતન કરે..  મન રે… તું કાહે ન ધીર ધરે!

ખેર…

જિંદગી અને મૌતનો સિલસિલો તો ચાલતો રહેશે અને મંઝીલની કોને પરવા છે?

ચાહત કે દો પલ ભી મિલ જાયે દુનિયા મેં યહ ભી કમ હૈ ક્યા!!

બસ અબ –

આખરી ગીત મુહબ્બત કા સુના લું તો ચલું…

એક દિવસ જગતને આપણે અલવિદા કહી જઈશું ત્યારે પણ કોઈ અવાજ ગૂંજતો છોડી જઈશું ખામોશ યાદોમાં-

જબ હમ ન હોંગે, જબ હમારી ખાક પે તુમ રુકોગે ચલતે ચલતે…

અશ્કો સે ભીગી ચાંદની મેં એક સદા સી સુનોગે ચલતે ચલતે..

વહીં પે કહીં હમ તુમકો મિલેંગે,

રહે ના રહે હમ મહેંકા કરેંગે….

 

 

અર્પણ

જિન્દગીમાં બહુ ઓછી ક્ષણ કે ઘટનાઓ આવે છે કે જે સખ્ત અને સુખદ આશ્ચર્ય સાથે અચાનક ઘટી હોય. એ શ્વાસ પર્યંત ભૂલાય તો નહીં જ અને યાદ પણ કરીએ તો એક આનંદના ઉભરા સાથે યાદ આવે.
એવી જ એક ઘટના બની કે જ્યારે મારા ઘરે બે બુક આવી, મારા મામાની લખેલી…
એમાંની એક બુક એટલે આ….

IMG-Book

મામા એટલે દેવેશ મહેતા, જે ‘અગોચર વિશ્વ’ નામની કોલમ વર્ષોથી ગુજરાત સમાચારમાં લખે છે.

બુક મોકલી એ માટે મેં નેચરલી બુકનું કવર પેજ જોઈને જ તરત એમને ફોન કર્યો, તો એમણે કહ્યું કે, સૌથી પહેલાં એનું પહેલું પાનું તો ખોલ…
મેં ખોલ્યું અને જે જોવા મળ્યું એ તો અકલ્પનીય હતું.

IMG-Arpan

આટલું વાંચ્યા પછી મને જે ખુશી થઈ છે એને શબ્દોમાં તો વ્યક્ત કરવી અતિ મુશ્કેલ છે.
મેં તો કલ્પનામાંય નહોતું વિચાર્યું કે મારામાં કોઈ આટલા બધા ગુણો પણ જોઈ શકે છે!!!
અને એય આમ કાવ્યમય રીતે હજારો પુસ્તકો દ્વારા મારી અને દુનિયાની સમક્ષ આવશે એવું તો સ્વપ્નમાંય ક્યાંથી હોય!!!!

ખરેખર….જિન્દગીની બહુ મૂલ્યવાન ભેટ છે આ..!!
મન ખુશહાલ થઈ ગયું.

અંતે…. એજ તો ઈચ્છતા હોઈએ છે આપણે….. ખુશી.
જેનાથી ભવિષ્યમાંય સ્મરણો સભર બની જાય, યાદ આવે ને આંખો ઝળઝળાવી નાખે, મન ફરીથી ખુશહાલ થઈ ઉઠે…

ચાહો એ છોકરીને… જે લખે છે!

 

ચાહો એ છોકરીને… જેણે વિશ્વને એની પાંચેય ઈન્દ્રિયથી જોયું, જાણ્યું અને મહેસુસ કર્યું છે અને એ કોઈ છઠ્ઠી ઈન્દ્રિયથી શબ્દોમાં ઉતારી તમને બતાવી શકે છે.

એ છોકરી, જેની પાસે કદાચ પુસ્તકોથી ભરેલાં કબાટ નહીં હોય પણ અપાર પુસ્તકો એની આંખો દ્વારા એનાં મનમાં સંગ્રહાયેલાં હશે.

એ કદાચ દુનિયા બહુ ફરી નહીં હોય પણ એ જ્યાં જ્યાં હશે ત્યાંની દુનિયા એ તમને શબ્દો વડે બતાવી શકશે. એ છોકરી તમને કદાચ ક્યારેય કોઈ પાર્ટી, ફંક્શન કે ટોળાં વચ્ચે ના દેખાય એવું બને પણ એ તમને ક્યારેક કોઈ ઝિલના કિનારે કે કોઈ ઊંચી ટેકરીઓ પર ટહેલતી કે પછી કોઈ કોફી શોપના કોર્નરની ચેર પર એકલી બેસીને ખોવાયેલી હાલતમાં મળી શકે છે.

ભલે ત્યારે એ કંઈ લખતી ના હોય પણ એની ફરતી આંખો અને વિચારશીલ મન દરેક ઘટનાઓને એની આગવી દ્રષ્ટિથી જોઈ શકે છે. એ આમ બેઠી હોય ત્યારે તમે એની પાસે જઈને બેસો તો એને ના પણ ગમે. કેમકે માનવ સ્વભાવથી એ બખૂબી પરિચિત છે પણ એની પાસે બેસીને જો તમે કોઈ ગમતાં પુસ્તકની વાત છેડશો કે પછી પ્રકૃતિના સંગીત વિષે પૂછશો અથવા ગાતાં પક્ષીઓના ગીત વિષે પૂછશો તો કદાચ એ તમારી વાતમાં હળવાશથી જોડાશે.

ટોળાંમાંય ક્યારેક નજર આવતી આ છોકરી એનાં એકાંત વિશ્વમાં તમને જલ્દીથી પ્રવેશવા નહીં દે કદાચ… પણ એનાં મૌનને આદર આપીને હળવેકથી એનાં વિચારો જાણવાનો પ્રયત્ન કરશો તો એ ખૂલી જશે સહજતાથી. ભીતરથી એ બંધ નહીં હોય, એની ભીતર વહેતી નદીના પ્રવાહને એમ જ વહેતો રાખી શકે એવા કોઈની એ રાહ જોતી હશે. ચાહો એ છોકરીને જે લખે છે.

        એને આનંદમાં રાખવા તમે એને કોઈ મોલ, મુવી કે રેસ્ટોરન્ટમાં નહીં લઈ જાઓ તો એને ફરિયાદ નહીં હોય પણ તમે એને ફુદરતના સાનિધ્યમાં લઈ જશો તો એને ગમશે કેમ કે એને ત્યાં પણ પ્રકૃતિ સાથે સંવાદ સાધીને શબ્દસ્થ કરવાની પૂરતી તક મળશે.

જ્યારે એ વહેતી નદીમાં પગ ડૂબાડીને તમને ઝરણાંનું ધીમું સંગીત સંભળાવશે ત્યારે તમે બે ઘડી જિંદગીની વેદનાનું ગીત ભૂલી જશો.

 

Image

 

એ છોકરીને ચાહો, કારણ એની પાસે તમારે બધી જ વાતના ખુલાસા કરવાની જરૂર નહીં પડે. થોડાં શબ્દોમાં એ કેટલુંય સમજી લેશે કારણકે એ લખે છે અને લખવું એટલે એહસાસને જ તો શબ્દોમાં ભરવાની વાત છે.

તમારા ના બોલાયેલાં શબ્દોને એ તમારી આંખોમાં વાંચી શકશે કેમ કે, એણે વ્યક્તિઓના મનનો અભ્યાસ બધાંય પૂર્વગ્રહો બાજુ પર મૂકીને કરવાં માટે પોતાની જાતને કેળવી છે.

એ તમારી પર પોતાની વાતને થોપી દેવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરે, એને ખબર હશે કે તમારી પરિસ્થિતિવશ તમારે કંઈપણ કરવું પડ્યું હશે.

        ચાહો એ છોકરીને… જેની પાસે તમે સાવ મુક્ત હશો. તમારી અંદર જે વલોવાય છે પણ કોઈનેય કહી નથી શકાતું એ સાવ સહજતાથી એની પાસે કહેવાઈ જશે.

કારણ હવે તમે જાણતાં જ હોવા જોઈએ કે આ છોકરી ફક્ત વાતને સમજશે. કોઈ નિર્ણય પર આવી જઈને તમને એકાદ માની લીધેલાં ચોકઠામાં ફીટ કરીને નહીં બેસાડી દે.

એ લખી શકે છે કારણકે એણે ભરપૂર વાંચ્યું છે. ફક્ત પુસ્તકોમાં જ નહીં પણ માણસોનેય વાંચ્યા છે.

એ દરેક સજીવની સંવેદનાને સ્પર્શી શકે છે, મહેસુસ કરી શકે છે એટલે જ તો એને એ શબ્દ રૂપે વહાવી શકે છે!!

જિંદગીની નાની-મોટી નિષ્ફળતાઓથી નિરાશ થઈને તમે બેઠા હશો ત્યારે એ એવી સહજતાથી તમારું મન વાળશે કે એકવાર ભૂલી જશો કે નિરાશા કેમ હતી!!! એ જાણે છે કે દરેક નકારાત્મક વાત પાછળ કંઈક હકાર છૂપાયેલો છે, જેનો એહસાસ એ તમને જીવનની ઘણી ઘટનાઓમાં કરાવી શકશે.

        ચાહો એ છોકરીને જે લખે છે કેમ કે એ કોઈ સામાન્ય છોકરી નહીં હોય. ક્યારેક તમને એ અતિ સમજદાર તો ક્યારેક સાવ પાગલ કે ધૂની લાગી શકે છે. ક્યારેક એકલાં એકલાં એને કોઈ ધૂન ગુનગુનાવતી સાંભળશો તો ક્યારેક ભીડ વચ્ચે એનું મૌન પણ મળશે તમને. આવા સમયે એની પાસે બેસીને ફક્ત એને સમજવાની કોશિષ કરજો, એને ચૂપ કરી દેવાની કે બોલાવવાની નહીં. કારણકે એ પછી એનાં આ સ્થિતિઓના અનુભવો, એનાં મનમાં ઉઠતાં તરંગોને એનાં જ શબ્દોમાં તમે વાંચી શકશો. ત્યારે જ કદાચ એનું ગાવું કે એનું મૌન તમને વધારે ગહનતાથી સમજાશે.

        જે લખે છે એ છોકરી સ્વપ્નસૃષ્ટિના અતિ રોમાંચક વિશ્વની સફર તમને કોઈ જાદુઈ બલૂનમાં બેસીને કરાવશે, જ્યાં સુખ જ સુખ હશે. અનહદ સુખને પણ કેમ જીરવવું એ તમને એની પાસેથી જાણવા મળી શકે.

વળી ક્યારેક તમને એ કોઈ ગંધાતી ગલીઓમાં પનપતી લોહિયાળ વાસ્તાવિકતાના ખાબોચિયામાંય પટકી દેશે, ત્યારે એ તમને જિંદગીનું પથરાળ સત્ય પણ સહજતાથી સ્વીકારવાનું શીખવાડશે.

એનાં પર પોતાના ગમા-અણગમા કે અભિપ્રાયો થોપવાની કોશિષ કરશો તોએ કદીય નહીં સ્વીકારે, બલ્કે તમારા ગમા-અણગમાને એ તમારી સાથે હશે ત્યારેજ સમજી જતી હશે.

જો બારીકીથી જોશો તો સમજાશે કે, એ તમારી સાથે એ જ રીતનું વર્તન કરતી હશે જેવું તમે ઈચ્છો છો.

જ્યારે એનું મન વ્યથિત થઈ ગયું હોય, એ કંઈ લખી ન શકતી હોય ત્યારે ઠાલાં સહાનુભૂતિના શબ્દો વડે એને શાંત કરવાના પ્રયત્નોને બદલે એનો હાથ પકડીને એની ગમતી જગ્યાએ લઈ જશો તો એની વ્યથા દૂર કરવા માટે કોઈ જ શબ્દોની જરૂર કદાચ નહીં પડે.

એ સાચી છે કે ખોટી એનો ન્યાય તોલવાને બદલે એને ભરપૂર પ્રેમ આપશો તો એની સાથે જીવવાનો આનંદ કંઈક ઓર જ હ્શે.

એ છોકરી અગર એક શબ્દમાં પણ કહે કેઃ “હું ચાહું છું તમને”…. તો સમજી લેજો કે એ પોતાની સમગ્રતાથી તમને ચાહતી હશે, તમને બદલી નાખીને એને અનુકૂળ કરી નાખવાના કોઈપણ પ્રયત્ન વિના.

એ તમારી પાસે એની કોઈ પણ ફરમાઈશ પૂરી કરી આપવાની જીદ નહીં કરે, સિવાય કે એનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સહજ સ્વીકાર. કારણ એ પણ એને જ ચાહે છે જેવા તમે છો. એ સમજે છે કે માણસને સંજોગો, અનુભવો અને વિચારો ઘડે છે.

એ તમારા ગુસ્સાનેય આદર આપશે કેમ કે, ગુસ્સા પાછળ છલકતો પ્રેમ એ અનુભવી શકે છે.

તમે અગર કોઈ કારણસર એનાથી દૂર થઈ જશો તો એ તમને ધિક્કારશે નહીં. એ રાહ જોશે તમારી.

માનવીય સ્વભાવનો અભ્યાસ એને એમ કરવા પ્રેરશે. ચાહો એ છોકરીને જે લખે છે.

         તમે એનાથી માઈલો દૂર હશો તો પણ એ તમારા ખોળામાં માથું રાખી રડી શકે છે અથવા તો ખડખડાટ હાસ્યથી તમને ભીંજવી શકે છે કારણકે, એ સમજે છે કે વ્યક્તિ દૂર હોઈ શકે છે, અહેસાસ નહીં.

જ્યારે છાતીના વાળ સફેદ થઈ ચૂક્યાં હશે કે હાથ-પગ, આંખો કે કાન કામ નહીં આપતા હોય ત્યારે પણ તમને એ શબ્દો થકી શરબતી આનંદ આપી શકશે. બૂઢાપામાં વેદનાને બદલે ગરવાઈ કેમ છલકાવી શકાય એ તમને એની પાસેથી જાણવા મળી શકે છે.

ચાહો એ છોકરીને જે લખે છે કારણકે, એની સાથે સાથે બૂઢ્ઢા થવાનીય એક મજા છે.

           જો તમારે આમાંનું કંઈપણ મહેસુસ ના કરવું હોય તો એજ સારું છે કે તમે તમારી ઈચ્છા મુજબના થોડાં-ઘણાં લેબલો ધરાવતી છોકરીને પરણી નાખો, કેમ કે તમે જ આ છોકરીને લાયક નહીં હો જે લખે છે.

–     મૌલિકા

( Inspired by the article ‘Date a Girl who travels and Date a girl who reads’.)

Image Courtesy: Google

આનંદના અનેક રંગો ….

Friends……
I am very happy and feeling proud to say that,
I got “LAADLI Media and Advertising Award for Gender Sensitivity” 2012-13 by Population First and United Nations Population fund.
One of My article on my blog ‘MANRANGI’ focuses on gender inequality in everyday life particularly the double burden of working women who are expected to carry on with their household responsibilities and also earn for the family.
It’s Time to challange the Gender stereotypes and redefine them to bring in more gender equality in the family.

Click the link below for more about my article and award.

http://webgurjari.in/2013/12/25/%e0%aa%ae%e0%ab%8c%e0%aa%b2%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%be%e0%aa%a1%e0%aa%b2%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8b%e0%aa%b7%e0%aa%bf%e0%aa%95/