નાની નાની વાતો

જિંદગીમાં રોજબરોજ આપણી આસપાસ એવી ઘણી નાની નાની વાતો બનતી રહે છે જેને આપણે અવગણીને અથવા બિન-મહત્વની ગણીને આગળ નિકળી જઈએ છે પણ, આવી બાબતો આપણી જ નાની નાની ખુશીઓ માટે જવાબદાર હોય છે.
જિંદગીના મોટા શિખરો સર કરવાની લ્હાયમાં શિખરે પહોંચવાના રસ્તાની ખુબસૂરતી તો ધ્યાનમાં જ નથી આવતી.
મારે એવુ નથી થવા દેવુ.
મારે જોવુ છે કે ગમે એવી વ્યસ્તતા વચ્ચે કે ગમે એવા મુડ, મિજાજ કે વાતાવરણ વચ્ચે પણ આંખ, કાન અને મન ખુલ્લુ રાખીને એવી કઈ કઈ બાબતોમાંથી ખુશીઓ સમેટી શકુ છું.

શરૂઆત કરુ ગઈકાલથી જ..

રવિવારની એ સુસ્ત બપોરે કામની વ્યસ્તતા વચ્ચે વાદળો મહીં સુસ્તાતા સુરજે ડોકિયુ કર્યુ અને અનાયાસ આકાશ તરફ નજર ગઈ, મન આનંદથી ભરાઈ ગયુ. કેમેરામાં કંડારવાની લાલચ રોકી ન શકાઈ.
શા માટે મારે કામ પતાવવાની લ્હાયમાં આકાશનો દિલકશ નઝારો જોઈને ઘડીભર અમસ્તો ય આનંદ ના લેવો?

મારી બારીએથી..

મારી બારીએથી..

DSCN1210

ત્યારે જ વિચાર આવ્યો આવી વાતોને નજર-અંદાજ ન કરવાનો અને એને શબ્દ દેહ આપવાનો.

ક્યારેક સ્મૃતિપટ પરથી બધુ વિસરાઈ જશે પણ, શબ્દો જીવશે અને જરૂર પડ્યે જીવાડશે પણ ખરા…

Advertisements
4 ટિપ્પણીઓ

4 thoughts on “નાની નાની વાતો

  1. સંતાકુકડી જેવું રમતો સૂરજ ને એનો ફોટો પાડતું કોઈક. આપણે ક્યારેક સૂરજ ને ક્યારેક કોઈક. નિજાનંદી ડાયરીનાં પાનાંમાં આ બધાં ને એ બધું; કોઈ વાંચે ન વાંચે શું ફેર પડે છે ? પ્રગટે છે એ કાંઈ ઓછું છે ?

    નાનીનાની મોટી વાતોનો પટ.

  2. જિંદગીના મોટા શિખરો સર કરવાની લ્હાયમાં શિખરે પહોંચવાના રસ્તાની ખુબસૂરતી તો ધ્યાનમાં જ નથી આવતી.

    તદ્દન સત્ય અને ખુબ સુંદર અવલોકન .

    ખાસ કરીને જ્યારે લોકો સમુહમાં યાત્રા કરતાં હોય છે ત્યારે બીજા સ્થળે પહોંચવાની ઉતાવળમાં

    ચોમેર વીખરાયેલ સુંદર કુદરતી સૌન્દર્ય માણવાનું ચુકી જાય છે ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s