Archive | ઓક્ટોબર 2012

Be Original

Image

આ વાક્ય જ્યારે પણ વાંચુ ત્યારે મને વિચારતી કરી દે છે. ઓરીજીનાલીટી એટલે શું? કદાચ “જેવા હોઈએ પ્રભુ તેવા દેખાવા”  એનું જ નામ ઓરીજીનાલીટી હશે. આ શબ્દનો ગુજરાતી અર્થ સર્ચ કર્યો તો આ મળ્યુઃ “મૂળ, અસલનું, પ્રથમનું, આદ્ય, પ્રાથમિક, તદ્દન શરૂઆતનું, પ્રાચીનતમ, અનુકરણાત્મક કે બીજા કશામાંથી નીકળેલું નહિ.”

અરે આપણું હોવુ જ બીજા કશામાંથી નીકળેલું છે. મતલબ કે સમય, સંજોગો  કે અનુભવો કે પછી માણસો જ આપણને ઘડે છે.  આપણે હોઈએ છે એનાથી કંઈક અલગ બનાવે છે અને એ જ રીતે આપણે વર્તીએ છે, તો આમાં આપણું ઓરીજીનલ શું?

જિંદગીના દરેક તબક્કે આપણી ઓરીજીનાલીટી ગુમાવતા જઈએ છે. બાળપણ જ્યાં સુધી  સમજણું ના થાય ત્યાં સુધી જ કદાચ ઓરીજીનલ  રહી શકે છે, જેમ જેમ દુનિયાદારીના ઢોળ ચડતા જાય એમ એ ઓરીજીનાલીટી વહેવાર-વર્તનમાં તો ક્યાંય ડોકાતી નથી પણ માંહ્યલામાં ઝાંકીને જુઓ તો ત્યાં ય મોહરુ પહેરેલો આત્મા દેખાય.

કોઈ પણ કામ કરવુ જોઈએ એટલા માટે નહિં પણ કરવુ પડે એટલા માટે આપણે વધારે કરીયે છે.

આપણાં ઘણાં ખરા વિચારો ફક્ત વિચારવા માટે જ હોય છે. આચરી એટલા માટે નથી શકતા કે કોઈ શુ કહેશે?

જેમા ધર્મ અને સમાજનાં વાડાઓ આપણે રચ્યા છે એમ જ આપણી આદતોના વાડામાથી ય આપણે  ભાગ્યે જ છુટી શકીએ  છે.

ઈવન પ્રકૃતિ સાથે ય પ્રાકૃતિક થઈ શકતા નથી.

આંખોમાં હવે લરઝતુ વિસ્મય નથી, ખોખલી – ખખડતી  હોંશિયારી છે.

બેફામ ભાગતા જમાના સાથે તાલ મિલાવવાનો છે, નોકરીમાં કે બિઝનેસમાં ઝડપથી પ્રગતી કરવાની છે, સમાજમાં સ્ટેટસ જાળવવાનું છે, સગા-સંબંધી ને મિત્રોમાં માન રાખવાનું છે, સંતાનોને ય ઝડપથી મેચ્યોર બનાવી દેવાના છે કે જેથી એ આપણે જ ખડા કરેલા નકશે-કદમ પર ચાલી શકે.

હજુ તો કેટ-કેટલું કરવાનું છે જિંદગીમાં…….. લિસ્ટ લાંબુ  છે.

હવે બોલો આમાં ઓરીજીનલ ક્યાંથી રહી શકાય?

 

Advertisements

હું

હું આમ તો દરેકનો પ્રિય શબ્દ અને પોતાના વિષે લખવું કે કહેવું એ મનગમતું કામ.

પણ ક્યાંક વાંચેલું કે Trying to define yourself is like trying to bite your own teeth.

તેમાં છતાં થોડું મારા વિષે…

I have nothing to declare except my Genius.

ઓસ્કાર વાઈલ્ડનું આ કથન જાણે મારા માટે જ લખાયુ હોય એટલુ મને ગમે છે અને હું માનુ છુ. બાકી તો.. દરેક વ્યક્તિ આ બે બાબતમાં તો સંપુર્ણ સ્વતંત્ર હોય છે, પરિસ્થિતિનું અર્થ ઘટન કરવામાં અને લોકોનું મુલ્યાંકન કરવામાં.

પ્રકૃતિ મને ગમે છે,

નદીઓ, પહાડો, ફૂલો, પક્ષીઓ માટે મને અજબ આકર્ષણ છે.

વિસ્મય મને ગમે છે.

વહેવુ મને ગમે છે.

કૃષ્ણ મને ગમે છે.

ગ્રંથિઓમાં બંધાઈ જવુ નથી ગમતુ.

મોહરુ પહેરીને ફરતા માણસો (double standered) નથી ગમતા.

સંબંધોમાં બહુ ચાલાકી અને ચબરાકી પર મુશ્તાક થવા કરતા વિશ્વાસ રાખીને છેતરાવામાં દુખ નથી થતુ.

પુસ્તકો વચ્ચે કે પ્રકૃતિના ખોળે મરવુ મને ગમશે…..