Be Original


Image

આ વાક્ય જ્યારે પણ વાંચુ ત્યારે મને વિચારતી કરી દે છે. ઓરીજીનાલીટી એટલે શું? કદાચ “જેવા હોઈએ પ્રભુ તેવા દેખાવા”  એનું જ નામ ઓરીજીનાલીટી હશે. આ શબ્દનો ગુજરાતી અર્થ સર્ચ કર્યો તો આ મળ્યુઃ “મૂળ, અસલનું, પ્રથમનું, આદ્ય, પ્રાથમિક, તદ્દન શરૂઆતનું, પ્રાચીનતમ, અનુકરણાત્મક કે બીજા કશામાંથી નીકળેલું નહિ.”

અરે આપણું હોવુ જ બીજા કશામાંથી નીકળેલું છે. મતલબ કે સમય, સંજોગો  કે અનુભવો કે પછી માણસો જ આપણને ઘડે છે.  આપણે હોઈએ છે એનાથી કંઈક અલગ બનાવે છે અને એ જ રીતે આપણે વર્તીએ છે, તો આમાં આપણું ઓરીજીનલ શું?

જિંદગીના દરેક તબક્કે આપણી ઓરીજીનાલીટી ગુમાવતા જઈએ છે. બાળપણ જ્યાં સુધી  સમજણું ના થાય ત્યાં સુધી જ કદાચ ઓરીજીનલ  રહી શકે છે, જેમ જેમ દુનિયાદારીના ઢોળ ચડતા જાય એમ એ ઓરીજીનાલીટી વહેવાર-વર્તનમાં તો ક્યાંય ડોકાતી નથી પણ માંહ્યલામાં ઝાંકીને જુઓ તો ત્યાં ય મોહરુ પહેરેલો આત્મા દેખાય.

કોઈ પણ કામ કરવુ જોઈએ એટલા માટે નહિં પણ કરવુ પડે એટલા માટે આપણે વધારે કરીયે છે.

આપણાં ઘણાં ખરા વિચારો ફક્ત વિચારવા માટે જ હોય છે. આચરી એટલા માટે નથી શકતા કે કોઈ શુ કહેશે?

જેમા ધર્મ અને સમાજનાં વાડાઓ આપણે રચ્યા છે એમ જ આપણી આદતોના વાડામાથી ય આપણે  ભાગ્યે જ છુટી શકીએ  છે.

ઈવન પ્રકૃતિ સાથે ય પ્રાકૃતિક થઈ શકતા નથી.

આંખોમાં હવે લરઝતુ વિસ્મય નથી, ખોખલી – ખખડતી  હોંશિયારી છે.

બેફામ ભાગતા જમાના સાથે તાલ મિલાવવાનો છે, નોકરીમાં કે બિઝનેસમાં ઝડપથી પ્રગતી કરવાની છે, સમાજમાં સ્ટેટસ જાળવવાનું છે, સગા-સંબંધી ને મિત્રોમાં માન રાખવાનું છે, સંતાનોને ય ઝડપથી મેચ્યોર બનાવી દેવાના છે કે જેથી એ આપણે જ ખડા કરેલા નકશે-કદમ પર ચાલી શકે.

હજુ તો કેટ-કેટલું કરવાનું છે જિંદગીમાં…….. લિસ્ટ લાંબુ  છે.

હવે બોલો આમાં ઓરીજીનલ ક્યાંથી રહી શકાય?

 

Advertisements

4 thoughts on “Be Original

  1. :જેમા ધર્મ અને સમાજનાં વાડાઓ આપણે રચ્યા છે એમ જ આપણી આદતોના વાડામાથી ય આપણે ભાગ્યે જ છુટી શકીએ છે.” This is the truth, & we can’t escape! Probably society’s integrity is based on this, otherwise it may be anarchy which may destroy everything!

    • સમાજ વ્યવસ્થા માટે બરોબર છે પણ આદતો અને વિચારોના આવાં વાડાંઓ એક બંધિયારપણું પેદા કરે છે. એમાંથી તો છુટી શકવું આપણાં હાથમાં ખરું ને…!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s