ગોષ્ઠી


૨૫/૧૧/૨૦૧૨ ની સાંજ….  અર્થાત જિંદગીની યાદગાર સાંજોમાંની એક.

જે વ્યક્તિ સુક્ષ્મ રૂપે મનમાં મૌજુદ હોય એમને સ્થુળ રૂપે મળવાનો અવસર કેમ ચૂકાય? 

સુક્ષ્મ રૂપે એટલા માટે કે આ બ્લોગ ‘મનરંગી’ બનાવવા પાછળ ફક્ત અને ફક્ત આ જ વ્યક્તિ કારણભૂત છે. જેમની સાથેની એક દિવસની થોડી વાતો એ મને બ્લોગ માટે મજબૂર કરી એ માણસમાં દમ તો હોવાનો જ. બાકી આજ-કાલ કોણ કોનુ કહ્યુ કરે છે? 🙂

ત્યારની વાતો દરમ્યાન મેં કહ્યુ હતુ કે મને લખવાનું ગમે પણ સમય નથી રહેતો, નોકરી પછી રસોઈ, બચ્ચાને ભણાવવુ, આવા આવા કામ હોય છે. તો એ કહે છે કે,

“સાંજે ઘરે જઈ, રસોઈ કરીને બચ્ચાને ભણાવીશ ને પછી હું કાંઈક લખું!?!!? “- આ છે તમારું પહેલું લખાણ.

 baaju ma koik NotePad hoy to ema Utari lyo.

 ne sharu karo

 એક જવાબદાર સ્ત્રીની ઓળખ જ તમે એમાં આપી દીધી…હવે શું કરવું છે બોલો…”
 
બોલો હવે મારે તો કંઈ કરવાનું રહ્યુ, સિવાય કે બ્લોગ બનાવવા માટે ગંભીરતાથી વિચારૂ?
એમાંય પાછુ એમણે બળતી આગમાં ઈંધણ હોમ્યુ આમ કહીને કે…

You will Explore your OWN MAULI from inside and let her Travel Around the Universe

 Maa…aakho Divas Thodi Baalotiya Dhova ane Rasoi Banavva Mate Janamti Hoy chhe..
 Ene Pan Potaani ek aagvi Ichchao Hoy chhe ne!
ખલાસ…. 
મેં વિચાર્યુ કે આ માણસ કેટલો બધો પોઝિટિવ છે. મારી દરેક નકામી દલીલના કેટલા ખુબસૂરત જવાબ છે એમની પાસે. 
પોતાના અતિ વ્યસ્ત શિડ્યુલ વચ્ચે, ફક્ત નામની ઓળખાણ હોવા છતા તેઓ આટલો રસ લઈને મને સમજાવી રહ્યા છે. શા માટે? એટલે કે મારી મનની વાતો મનમાં જ ન રહી જાય.. એટલે કે હું દુનિયા સામે અભિવ્યક્ત થાઉં. 
મારા પરના એમના આ અટલ વિશ્વાસને તોડવાનો મારાથી દ્રોહ કેમ કરાય? 
હવે તો બ્લોગ બનાવ્યે જ છુટકો.
ને બસ એ જ દિવસે રાત્રે જ બ્લોગ બની ગયો અને સૌ પ્રથમ લિંક દરિયાપાર નાઈલને કિનારે બેઠેલા મારા એ ગુરૂજીને મોકલી આપી.
એ મારા દોસ્ત કમ ગુરૂ એટલે મુર્તઝા પટેલ. એમને ઓળખનારા માટે તો ફક્ત નામ જ કાફી છે.
એમની સાથે રૂ-બ-રૂ થવાનો મોકો તો ચંદ મિનિટો માટે મળ્યો, પણ મારા માટે તો મળ્યો એ જ કાફી છે.
સાથે કેટલાક નવા દોસ્તો સાથે મુલાકાત થઈ, જેમને ક્યારેય ઓળખતી ન હતી એમની જિંદગીમાં ઝાંકવાની તક મળી.
દરેકની જિંદગીનો પથ ક્યાંક તો વિકટ છે પણ દરેકની પાસે ખુદનાં આગવા સ્વપ્નો છે. તમે દરેકના સ્વપ્નોને મારેલો હળવો ધક્કો કોઈની દિશાને મંઝિલ તરફ ઘુમાવી દે એમ પણ બને..!!
ખેર….
આપણી ગોષ્ઠીની એ પળો જહનમાં હંમેશા ગુંજતી રહેશે, કેમ કે આવી બધી ખારી, તૂરી, તીખી, મીઠી યાદોથી માનસિક તાકાત મળે છે ઝઝુમવાની, ના હારવાની, પડકારો સામે લડતા રહેવાની…. Memories don’t die…..
 
ગુરૂજી , તમારો આભાર નથી માનતી કારણ કે, હું સમજુ છુ કે આવી ફોર્માલિટિઝ કરતા પરફોર્મન્સ તમારા માટે વિશેષ આનંદ-દાયક હશે.
 
 
 

ImageImageImageImageImageImageImageImageImageImageImage

Advertisements

18 thoughts on “ગોષ્ઠી

  • 🙂 Thanks Anuragji..
   એમને ઓળખનાર માટે નામ જ પુરતુ છે, અને નથી ઓળખતા એમના માટે ઓળખવા જરૂરી છે, એટલે વધુ નથી લખ્યુ.
   એમને મળવાનો એક મિનિટનો ચાન્સ હોય તો ય ના ગુમાવાય. 🙂

 1. “સિર્ફ નામ હી કાફી હૈ!” એકદમ સાચી વાત છે, એ માર્કેટીંગ ના મહારાજા છે સાથે શબ્દો ના શહેનશાહ છે, તેમના શાબ્દો માં “પાવરહાઉસ” છે, દિલના “સોજ્જા” માણસ ને લાખ લાખ સલામ,

 2. મારી ઉમર પ્રમાણે આવી વ્યક્તિ ને મળવું કદાચ અશક્ય વાત છે. પણ મળ્યો….. પ્રથમ વખત બ્લોગ વાચ્યા પછી એમ લાગેલું કે આવી વ્યક્તિ સાથે મુલાકાત તો શક્ય નથી પણ એનું વાંચવા મળે તેટલું વાંચતો અને મેળવતો હતો…..પણ મને મળ્યા, ને જીવન ની યાદગાર મુલાકાત બની ગઈ…. અને સાથે સાથે રેડીઓ ના કોઈ r.j. ની મિત્રતા મતે ઘણા સમય થી વલખા મારતો હતો તે નો અંત આવ્યો મોંલિકાબેન તમને મળવા થી…….

 3. મુર્તઝાભાઈતો ઈન્ટરનેટનાં બજારના ખાં સાહેબ છે. ક્રિકેટમાં વધુ જોર કાઢ્યા વગર ફક્ત કટ મારીને ચોગ્ગો ફટકારનાર બેટસમેનની જેમ ખુબ જ હળવાશથી પણ સચોટ ટપલીઓ મારે છે અને ઘણીવાર એટલી ગુહ્ય હોય છે કે ઘણાના મગજ ઉપરથી પસાર થઇ જાય છે અને ખબર પણ નથી પડતી. લગે રહો મુર્તઝાભાઈ!

 4. ઓહો! તમે આટલું સારું અચિવમેન્ટ કરીને બતાવ્યું છે, એ વાતની તો મને આજે ખબર પડી ઓ મૌલીબૂન.

  વર્ષો પહેલાં એક જ્યોતિષીએ મને કહ્યું હતું કે ” ‘ગુરુ’ની બાબતમાં તમારો ‘શુક્ર’ પ્રબળ છે. એટલે તમે સારા એવા ‘મંગળ’ કાર્યો કરતા રહેશો.” [;-)=

  શક્ય છે કે…એ વાતની સાયકો’લોજિકલ’ અસર મને થઇ હોય અને મારી જાતને લઇ એવા મજાના લોકોની વચ્ચે આવી પહોંચ્યો હોઉં જેમને પણ કાંઈક હાંસિલ કરી જીવનમાં આગળ આવવું છે.

  ત્યારે આ ‘મૌલી’ એવા દોડવીરોમાં થોડું ઝડપી દોડીને આગળ આવી ગઈ સમજ. માટે આખેઆખો યશ લેવા કરતા એમાંથી નાનકડો હિસ્સો જ મારા માટે રાખી બાકી બધું તને ખુશી સાથે પાછુ. દોઆ કરવી જ રહી કે…એક મા તરીકે જેમ તમે તમારા બચ્ચાની સંભાળ રાખો છો, એમ દિલમાંથી નીકળતા શબ્દોને સમયાંતરે ‘ડીલીવર’ કરી એનું પણ આ બ્લોગ પર એટલું જ જાતન કરશો. બોલ મૌલી બૂન! કરીશને?

  ખુશ રહો…આબાદ રહો!

 5. બહોત ખૂબ કહી ભાઈજાન..! મને ક્યાંક નડતા ‘રાહુ’ને તમે દૂર ફેંકી તમારી આ સાયકો’લોજીકલ’ અસર મને ય ડીલીવર કરી જ દીધી છે તો એને જીવંત રાખવા મગજે સતત પ્રોસેસિંગ કરવુ જ રહ્યુ. 🙂

  જતન કરવુ તો મારા સ્વભાવમાં છે એટલે કરીશ જ પણ આ જુસ્સો બરકરાર રાખવાનું કામ તમારા માથે.!! 😀

  આપની દોઆ સર આંખો પર…..

 6. મૌલિકા દેરાસરી…બ્‍લોગની શરુઆત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન..હવે વાદળો વિચારો બનીને બ્‍લોગ ઉપર વરસસે અને એના છાંટા અમ જેવા વાચકોને પણ ઉડશે અને એ ગમશે.. અને વધુ ગમશે તમારું લખવાનું…શરુ કર્યું તે…અચ્‍છા તો… લિખતે જાઓ… લિખતે જાઓ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s