માણસ


માણસ….

શ્વાસોની તરસ છીપાવવા મૃગજળની ઝંખના રાખતો એક જીવ માત્ર,

નાની નાની જરૂરીયાતો પુરી કરવા મોટા સપનાઓ જોતો જગતના કોઈ ખુણે ધબકતો એક અંશ માત્ર,

અંશ હોવા છતા દુનિયાભરનો પ્રેમ ઝંખતો,

એક ગમતો હાથ કે સાથ મેળવવા આખી જિંદગી તરસતો,

એક આનંદની ક્ષણ માટે કેટલુ દુઃખમાં તડપતો,

જીવનના એક એક રંગમાં રંગાતો, રગદોળાતો..

સુખ, દુઃખ, આનંદ, વેદના થી ભીંજાતો,

હસતો, રડતો, રમતો, ગમતો માણસ….

જાણે છે કે ઈચ્છાઓનો અંત નથી, છતા ઈચ્છાનો અંત ન આણતો…

જાણે છે કે સમય ફરી નહિ આવે, છતા બે-ધડક વેડફતો..

જાણે છે કે માણસને દુઃખ વધારે અસર કરે છે, છતા એને ટટળાવતો..

જાણે છે કે મૌત કાયમ છે છતા જીવવામાં ના સમજતો..

ઘણું જાણવા છતા ના-સમજીનો ડોળ કરતો..

ઘાયલ થવાની વેદના જાણે છે છતા નફરતના ડામ દેતો..

ભરપૂર પ્રેમની થોડી પણ મીઠી ક્ષણો આપી કોઈની પૂરી જિંદગી જીતી લેતો…

તો કોઈ પ્યારના છળ પાછળ આખી જિંદગી હારી જતો…

વહેતી આંખોને આંખોથી જ શાંત કરી શકતો..

કોઈના ભારેખમ ગમ ને એક હળવા સ્પર્શ માત્રથી હવામાં ઉડાવી શકતો…

જીતની એક પળ માટે તમામ ઉમ્ર ઝઝુમતો,

ને હારની એક પળ પણ બરદાશ્ત ન કરી શકતો..

કોઈને મૌત માટે મજબૂર કરી દેતો કે કોઈ માટે ફના થવા મજબૂર થઈ જતો…

દુનિયાના કોઈ ખૂણે ધબકતો માણસ નામનો આ અગણિત ઈચ્છાઓ ધરાવતો ન-ગણ્ય જીવ માત્ર પણ….

એના હ્રદયના એક એક ધબકારની, કે મનની અનેક સંવેદનાઓની ગહેરાઈને કઈ રીતે માપી શકાય!!!!

Advertisements

2 thoughts on “માણસ

  1. એના હ્રદયના એક એક ધબકારની, કે મનની અનેક સંવેદનાઓની ગહેરાઈને કઈ રીતે માપી શકાય!!!! – વાહ દરેક વાક્ય સીધુ “હ્રદય” માં ઉતરી જાય છે. ખૂબ સ_રસ પોસ્ટ, “મરીઝ” સાહેબ નો એક “શેર” લાઈન યાદ આવે છે.
    આવાગમન છે બન્ને જગતમાં સતત ‘મરીઝ’
    પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s