સ્ત્રી અને સાહસ…


સ્ત્રી…
આ શબ્દ પર અનેક વ્યાખ્યાઓ અને અનેક આખ્યાનો રચાયેલા છે અને હજુ રચાશે. મારે એ વાત નથી કરવી કે સ્ત્રી એ કેવી શક્તિ છે કે, સ્ત્રી વિષે વેદ-પુરાણોમાં શું લખાયેલુ છે કે પછી સ્ત્રી વિષે કેવા વિધાનો થયા છે.
સ્ત્રી સશક્તિકરણ વર્ષો ઉજવવા પડે છે અહીં કેમ? કેમ સ્ત્રીને પોતાની શક્તિ વિષે જાગ્રત કરવા માટેના અભિયાનો ચાલે છે? કેમ સ્ત્રી સમાનતા કે સ્વતંત્રતાના મોરચાઓ કાઢવા પડે  છે? કદાચ એટલે કે યુગોથી એક જ પ્રકારની ધારાઓમાં કે એક જ પ્રકારના નિયમોમાં ચાલતી આવતી સ્ત્રી અને સ્ત્રીઓ વિષે એક જ પ્રકારનો અભિપ્રાય ધરાવતા પુરૂષને કારણે.
જો કે આમાં ફક્ત થોડા વર્ષોથી પણ ધરખમ બદલાવ પણ આવી રહ્યો છે. સ્ત્રીની દુનિયામાં આજ-કાલ દરેક વિષયોને સ્થાન છે પણ એક ક્ષેત્ર સ્ત્રીઓ દ્વારા હજુ લગભગ વણ ખેડાયેલ જેવુ જ કહી શકાય એ ક્ષેત્ર એટલે એડવેન્ચરનું ક્ષેત્ર. અહીં સ્ત્રીઓ કેમ ઓછી જોવા મળે છે એ ય સંશોધનનો વિષય છે. આપણે ગુજરાતી છીએ એટલે ગુજરાતની જ વાત સમજવી.
 હા… ગુજરાતી પુરૂષો માટે ય ઉદ્યોગ સાહસિકતા સિવાયના સાહસો એ કોઈ બલાનું નામ છે એ આડવાત છે. હદ તો ત્યાં છે કે ગુજરાત આખામાં એડવેન્ચર શોધો તો પેરા-ગ્લાઈડિંગ કે વોટર સ્કૂટર જેવા રડ્યા ખડ્યા નામો સિવાય કંઈ ના મળે.

ખેર…
આપણે વાત કરતા હતા સ્ત્રી વિષે.
સ્ત્રી શક્તિનું રૂપ કહેવાય છે પણ પહાડો ચઢવા માટે એનામાં શક્તિ નથી કે પછી એના રસનાં વિષયોમાં આનું સ્થાન નથી? સ્ત્રીઓ હજુ પણ પ્રવાસ કે ટ્રેકિંગમાં એકલી નિકળતા અચકાય છે. સર્ફિંગ, સ્કીઈંગ, બન્જી જમ્પિંગ, કે માઉન્ટેનીઅરીંગ જેવા શબ્દો તો મોટાભાગના એ કદાચ બપોરે કામ પતાવી આડા પડે ત્યારે કોઈ મેગેઝિનોમાં વાંચ્યા હશે એટલુ જ. એકલી સ્ત્રીને બહાર પડતી તકલીફોની વાત પછી છે પણ પહેલી વાત તો એ કે એ એકલી આવુ કંઈ કરી શકે એ વાત માનસિક રીતે સ્વીકારી જ નથી શકતી. ગણી ગાંઠી સ્ત્રીઓ કે છોકરીઓ હિંમત કરે તો પતિદેવો(!) કે વડીલો જાત જાતની બીક બતાવીને ગભરાવી મુકે એમ છે.
તમારાથી આ ન કરાય કે તમારૂ આમાં કામ નહી જેવા શબ્દો તો ગુજરાતી પરિવારમાં આમ વાત છે. ખાસ વાત તો એ કે મોટે ભાગે તો સ્ત્રીઓ જ માની લે છે કે અમારૂ આ કામ નહિં.
ક્યારેક વળી કોઈ વિરાંગના ક્યાંકથી નિકળી આવે અને એડવેન્ચર ને લગતો કોઈ કોર્સ કે ટ્રેનિંગ લેવાની વાત કરે (ખાસ તો લગ્ન પછી) તો તો બૈરૂ નામનું પ્રાણી આવુ કંઈ વિચારી પણ શકે છે એમ સાંભળીને ઘણાં-ખરા ગુજ્જુ પતિઓ ઘરમાં હુલ્લડ મચાવી દે. 🙂

પણ, આપણે થોડા ગહેરાઈમાં જઈએ અને ઉત્ક્રાન્તિવાદના નિયમ પર સરસરી નજર કરીએ તો એમ લાગે છે કે વર્ષોથી સ્ત્રીઓને એક ઢાંચામાં ઢાળી દેવાઈ છે. એનુ કામ અને એનુ સ્થાન ઘરમાં જ નક્કી કરી દેવામાં આવ્યુ, જેથી કાળ ક્રમે સ્ત્રીનું શારીરીક બંધારણ એ જ ચોકઠામાં ગોઠવાઈ ગયુ હોવુ જોઈએ. એક સામાજીક વ્યવસ્થા રૂપે આવી શરૂઆત થઈ હશે પણ ધીમે ધીમે એનુ એક પ્રકારની જડતાથી પાલન થવા માંડ્યુ. ઘરનું હળવુ પણ ચીવટ વાળુ કામ સ્ત્રીઓ કરે અને બહારનું ભારે અને વધુ શારીરીક બળ લગાવવુ પડે એવુ કામ પુરૂષોના માથે આવ્યુ. એટલે તેઓનુ શરીર એ રીતે ટેવાવા લાગ્યુ.

પણ… તકલીફ ત્યાં છે કે શારીરીકની સાથે માનસિક રીતે પણ આપણે ઢીલુ/નબળુ વિચારતા થઈ ગયા છે. આ મારૂ કામ નહિ એ માનસિકતામાંથી બહાર નિકળવાની જરૂર છે. ચેહરો ચળકતો રાખવાની સાથે સાથે શરીર પણ શેપમાં રાખવાની જરૂર છે. કીટી પાર્ટીઓ અને મહિલા મંડળોની મહિલાઓ એ વાનગી અને મેક-અપ સ્પર્ધાઓની સાથે સાથે પર્વતારોહણ કેમ્પ રાખવાની પણ જરૂર છે. આજે હજુ કોઈ બાઈક ચલાવતી છોકરી જુએ તો રસ્તા પર નવુ પ્રાણી હોય એમ લોકો તાકી રહે છે. ત્યારે એમ થાય કે સ્સાલુ એવા દિવસો આવવા જોઈએ કે સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને આપણાં જ શહેરની નદીઓ કે દરિયામાં કોઈ વોટર સર્ફિંગ કરતી છોકરીઓ (સ્ત્રીઓ પણ આવી ગઈ એમાં) જોઈને ય બહુ સહજ લાગે, બિલકુલ રોજિંદુ, સામાન્ય….

surfing

પરિવર્તનના નિયમાનુસાર હવે બધુ બહુ ઝડપથી બદલાઈ રહ્યુ છે. બદલાવને વખોડવાને બદલે સ્ત્રી,પુરૂષ કે બાળકો દરેકે આ રીતે ટેવાતા શીખવુ પડશે. હવે સ્ત્રી ફક્ત હોમ મેકર જ નથી એ કેરીઅર મેકર પણ છે સાથે સાથે એ પોતાના રસનાં વિષયો નક્કી કરવા માટે પણ સ્વતંત્ર છે. કાશ એ બાળકોને પતિ સાથે રાખીને અને થોડા દિવસોની રસોઈનું કામ પતિદેવોને સોંપીને ય એ વધારે દૂર નહિં પણ કમ સે કમ સાસણ ગીર કે સાપુતારા ટ્રેકિંગમાં જાય કે પછી માઉન્ટ આબુ કે મનાલી જઈ માઉન્ટેનીઅરીંગનું પ્રશિક્ષણ લઈ શકે એવા દિવસો બહુ દૂર ના હોય..!! માતા-પિતા પોતાની દીકરી ને કે પતિ એની પત્નીને એડવેન્ચરના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન અને ખાસ તો સાથ આપે એ જરૂરી છે.

અંતે સૌથી મહત્વની વાત… કે પહેલા એક સ્ત્રી એ પોતાના સ્ત્રી હોવાથી શું શું ના થઈ શકે એના મસમોટા લિસ્ટને ફગાવી દેવાની જરૂર છે.

પછી જુઓ કમાલ કે આપણે ય કેવી કરી શકીએ છે ધમાલ.
રવાના કરીએ પુરાણાં ખયાલ, સાહસોનાં ઉડાડીએ ગુલાલ.

Advertisements

13 thoughts on “સ્ત્રી અને સાહસ…

 1. હું , આ ત્રણ ટ્રાવેલોગ ફોલો કરું છું . . . જુઓ આ ત્રણ નારીબંકીઓ [ નરબંકાની જેમ 😉 ] , એકલપંડે કેટ્લાય દિવસોથી જગતને ખુંદવા નીકળી પડી છે . . . માટે , પ્રવસનનું ક્ષેત્ર અને તે પણ એકલા . . . તેઓએ ખુંદી બતાવ્યું છે . . . તેઓ વિવાહિત છે અને બાળકો પણ છે . . . મતલબ કે પરિવર્તનની શરૂઆત થઇ ચુકી છે . . . 🙂

  1} http://lesleycarter.wordpress.com/

  2} http://thirdeyemom.com/

  3} http://theurgetowander.com

  • વેલ…. આમાં ગુજરાતી કોણ છે..!!!!? 🙂 મારો બળાપો (!!) ગુજરાતી માટે છે.

   પણ શેરીંગ માટે ખૂબ આભાર, મારા પસંદીદા વિષય પર વાંચવા માટે કંઈક નવુ મળ્યુ.

   http://www.solitarywanderer.com/

   અહીં પણ વાંચવાની મજા આવશે.

   • કદાચ , તેમાં ગણ્યાં – ગાંઠ્યા નામ તરીકે , પ્રીતીસેન ગુપ્તા અને ડો રાજલ ઠાકરનો સમાવેશ થઇ શકે . . . બાકી તો બહુ ઓછી ગુજરાતી મહિલાઓ આ ક્ષેત્રે છે !

    તમે સાચી વાત કહી કે ; આ એક પ્રકારનું ધીમું કંડીશનીંગ જ કહેવાય 😦

 2. વાહ , ખુબ સરસ ! આમ જ બીજી ગુજરાતણો ને આવી બાબતો માટે પ્રેરિત કરતા રહો
  “એક સ્ત્રી એ પોતાના સ્ત્રી હોવાથી શું શું ના થઈ શકે એના મસમોટા લિસ્ટને ફગાવી દેવાની જરૂર છે” – સો એ સો ટકા સહમત

 3. ‘મોટે ભાગે તો સ્ત્રીઓ જ માની લે છે કે અમારૂ આ કામ નહિં.’
  બસ અહીથી જ શરુ કરવાનું છે. (જો કે શરુ થઈ ગયું જ છે.)
  ડીસકવરીના વૈજ્ઞાનિકો ફીમેલ જીન્સના સંદર્ભમાં આ બધાથી થોડું વિરુધ્ધમાં લખે છે, પણ માનવીએ હવે જીન્સમાં ફેરફાર કરવાની ક્ષમતા હાંસલ કરી જ લીધી છે. મન હોય તો માળવે જવાય…. એવરેસ્ટ પણ. 🙂
  આનંદો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s