સુરત તારી ચાહત વિષે…


I WON the Contest of “I Love Surat”. I Judged and awarded by Dr. Mukul choksi & Raeesh Maniyar.
I am Proud of being Surti 🙂
I expressed my Love to Surat By this Poetry.

સુરત…
હું તને ચાહું છું.
ચાહત કેમ છે એનું કોઈ તારણ નથી
પણ, અમસ્તુ જ એ તો કોઈ કારણ નથી.

દિવસ ઉઘડે છે ને તારા રસ્તાઓ પર મારા કદમ મંડાય છે ત્યારે
તેજ ભાગતી જિંદગીય જરા અટકીને તારા રંગો જોવા લલચાય છે.
તારા કિલ્લાઓની રાંગ પરથી ચમકતો તડકો મારી આંખોમાં અંજાય છે ને
સુરત, તારો ઈતિહાસ ઝળહળી જાય છે મારી અંદર.

તારા આકાશમાં ચમકતા સૂરજ અને ચાંદ મને પોતીકા લાગ્યાછે કાયમ.
તારી ધરતીની ધૂળ મને હંમેશા સાદ કરે છે,
ભલે હું હોઉં દુનિયાના કોઈ પણ ખૂણામાં.
તારો તડકો મારી ચામડીને મ્હારો લાગે છે ને
ફેફસાઓને તો વળગણ છે તારી હવાનું તું માનશે?

મારા શ્વાસોમાં તું પડઘાય છે તો રક્તમાં ક્યાંક ખળખળે છે.
તારી ગલીઓમાં ક્યાંક ગની દહીવાલા તો ક્યાંક રઈશ મણિયાર ગુંજે છે.
તો ક્યાંક તખ્તાઓ પરથી ગુંજતા સંવાદોમાં તારો આત્મા ગરજે છે.
આખા વિશ્વમાં શોભતા હીરાનાં ઘાટમાં ક્યાંક તારી ચમક જોઉં ને
મન તારી ગલીઓમાં ભૂલું પડે છે.
તારા દરિયાકિનારે ગાળેલી સાંજો ને એ ભરતીના મોજાઓની છોળો
તારી યાદને ભિંજાયેલી રાખે છે.

વર્ષોથી વહેતી તાપ્તીએ સીંચેલી ખુમારી, ખુદ્દારીથી મન તરબતર છે મારું.
મ્હારું સુરત, ખૂબસુરત, સતરંગી, મનરંગી, મિજાજી, મૌજીલું ને ખુશહાલ સુરત.

હું તને ચાહું છું,
એટલા માટે જ નહિ કે હું તારામાં વસું છું પણ,
એટલેય ખરું કે તું મારામાં ધબકે છે સુરત…

મારી કવિતા મારા અવાજમા 🙂

Advertisements

15 thoughts on “સુરત તારી ચાહત વિષે…

  1. બહુ મસ્ત કવિતા …. અને સુરતની ગલીઓમાં મૌલીકાબેન દેરાસરી પણ ગૂંજે છે હોં કે !
    હું પણ હમણાં થોડા સમય પહેલા સુરત આવેલો – http://yuvrajjadeja.wordpress.com/2012/12/26/બેસ્ટ-બોન્ડીંગ-વિથ-સુરત/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s