કોઈ રોકો ના… દિવાને કો…!


કિશોરકુમાર…

મનમાં ઘણાં બધા ગીત તો એક સાથે ઝગમગ ઝગમગ કરતા નિકળે અને એ જ ક્ષણે એમનો મનમૌજી ચહેરો પણ આંખ સામે આવ્યા વિના રહે નહીં.

img_0120

સમજ આવી ત્યારથી લઈને આજ સુધી એમનો અવાજ આસપાસમાં સતત મંડરાતો રહે છે કોઈ પણ સમયે… 
જ્યારે ગીતમાં રહેલા ભાવની સમજ નહોતી ત્યારથી સાંભળતી આવી છું એટલે કંઈક વધારે જ લગાવ હતો કિશોર’દા માટે અને સમજ પડવા માંડી ત્યાર પછી તો એ વધતો ને વધતો જ ગયો.
કિશોર’દા ગાતા હોય ત્યારે માત્ર અવાજ જ નિકળે એમ નહીં પણ એમનું આખું શરીર, મન તરંગિત થઈને શબ્દમય થઈને ડોલતા હોય એમ લાગે.
એમના વિશે ઘણી વાતો સાંભળવા મળે.. સાચી ખોટી એ તો કોણ જાણે!! એ તો ખુદ કિશોરદા ય નહીં જાણતા હોય. પણ એક વાત ખરી કે તેઓ એકદમ ધૂની માણસ. મન પડે એમ જ કરે. કોઈને પણ બેધડક કંઈ પણ કહી દે.
આવું ધૂનીપણું, તરંગીપણું કદાચ કલાકાર માટે જરુરી હશે નહીં? બહુ વ્યવસ્થિત, ચોક્ક્સ કે હિસાબી માણસ કલાકાર કઈ રીતે બની જ શકે!!!

ખેર…
અંગત જીવનમાં કોઈ ગમે એવું હોય એનાથી આપણને બહુ ફર્ક ના પડવો જોઈએ. મારે તો વાત કરવી છે કે કિશોરદા એ મને શું આપ્યું છે.

જ્યારે સંગીત જીવનનો એક ભાગ હોઈ શકે છે એવું ગંભીરતાથી સમજાયું ૧૦મા ધોરણની પરીક્ષામાં.
આમ તો પરીક્ષાના આગલા દિવસે જ વાંચવાની આદત પણ આ તો બોર્ડ કહેવાય હોં.. જિંદગીનો બધોય આધાર જાણે આ બોર્ડ પર જ ટિંગાયો હોય એવો હાઉ ચો-તરફ પ્રસરેલો હોય પછી બંદા આગાઉથી ના વાંચે તો વાંચવા બેસવા માટેના માનસિક બળાત્કારો થાય એના કરતા થોડું થોડુંય વાંચી લેવું એ વિચારે વાંચતી હોઈશ કદાચ.
હવે સાવ આમ વાંચવાનું ગમે નહીં એટલે પેલી એન્ટીક થઈ ગયેલી રીલ વાળી ટેપ (કેસેટ પ્લેયર ને અમે તો ટેપ જ કહેતા!) વગાડવી શરુ કરી વાંચતી વખતે અને એમાં કેસેટ કિશોરકુમારની જ વગાડવાની. કેમ? કારણ ત્યારે એટલું જ હોવું જોઈએ કે પપ્પા અને કાકાને બહુ ગમે છે એટલે આપણને ય ગમવું જ જોઈએ વળી!!
પણ પછી એવી આદત થઈ ગઈ કે કિશોરદા ના વાગે તો વાંચવામાં મન ના લાગે. ભલે ધ્યાન વાંચવામાં હોય પણ એમનો અવાજ તો કાનમાં જવો જ જોઈએ.
હવે બોર્ડમાં આવ્યા ૮૦ ટકા અને એ ય વિથાઉટ કાપલીઓ… આ તો બળતામાં ઘી હોમાયું. નક્કી સંગીત મન પર અસર કરતું જ હોવું જોઈએ નહીં તો ગીતો સાંભળી સાંભળી આટલા ટકા કેમ આવે!!! (એ સમયનો વિચાર!)
પછી તો ગમતા ગીતો, ગમતો અવાજ અને ગમતા સંગીત માટેનો લગાવ વધતો જ રહ્યો છે.
જિંદગીની ઘણા બધા પ્રસંગોમાં ચડતી, પડતી, સુખ, દુઃખ, આનંદ, વેદનામાં કિશોરદા સાથે રહ્યા છે એમ કહી શકું.

મન ખુશહાલ હોય.. પંખી બની આનંદથી હવાઓમાં ઊડતું હોય ત્યારે રોક્યું ના રોકાય ને ગાય .. ‘ કોઈ રોકો ના.. દિવાને કો. મન મચલ રહા… કુછ ગાને કો…

વિનાયાસ હોઠ પર આવે – રોમ રોમ બહે સુરધારા, અંગ અંગ બજે શહનાઈ. જીવન સારા મિલા એક પલમેં, જાને કૈસી ઘડી યે આઈ..નાચે મન આજ મોરા છૂમ છનન.. આજ મદહોશ હુઆ જાયે રે..
મન થાય એ કરી જ લેવું.. રોકાવું શું કામ..!!

ખુબસુરત પ્રકૃતિ વિખરાયેલી હોય ચારે તરફ ત્યારે એક ઘડી તો નિઃશબ્દ થઈ જવાય પણ પછી તો ઊભરાઈ જતી ખુશીઓ પર કાબુ કઈ રીતે રહે!!
શબ્દો તો જાણે સૂરો પર સવાર થઈને નિકળે..
યે મસ્તી કે નઝારેં હૈ તો ઐસેમેં સંભલના કૈસા મેરી કસમ..
જો લહરાતી ડગરીયાં હો તો ફિર ક્યું ના ચલું મે બહકા બહકા રે..!

જિંદગી ના ધારેલી દિશાઓમાં લઈ જતી હોય, કંઈ સમજાતું ના હોય કે શું થઈ રહ્યુ છે. અસંતોષ વધી રહ્યો હોય જિંદગીથી, ત્યારે જો યાદ આવે.. જિંદગી એક સફર હૈ સુહાના. યહાં કલ ક્યા હો કિસને જાના…
કે પછી ગાવાનું મન થાય – થોડા હૈ થોડેકી ઝરુરત હૈ.. ઝિંદગી ફિર ભી યહાં ખૂબસુરત હૈ… અને મનમાં ઊડે આનંદની છોળ. ચલો ભી યાર.. થોડું ઘણું છે પણ જે કંઈ છે એ મજાનું છે.

પછડાવાનું થાય બૂરી રીતે ક્યારેક, હારી કે થાકી ગયા હોય એમ લાગે કે પછી જિંદગીની એકાદ થપાટ પડે ને હલબલી જવાય ત્યારે..
સાથી ન કારવાં હૈ.. યે તેરા ઈમ્તિહાં હૈ, યું હી ચલા ચલ દિલકે સહારે.. મંઝિલ કરતી હૈ તુજકો ઈશારે.. રુક જાના નહીં તુ કભી હાર કે.. ગીત જ્યારે જીવનના ઘોડાની લગામ હાથમાં લઈ લે ને જાણે બધી ય ફિક્ર ધુંઆમાં ઉડી જાય પલકવારમાં..

વિચારોની બુલંદી સાથે બીજું ગીત છેડે મન – જીના હૈ તો પ્યારે.. તું લડના ઝિંદગીસે, આંધી હો યા તુફાં.. ના ડરના તુ કિસીસે. જગ મેં તુ આગે હી બઢના, પીછે કદમ કભી કરના નહીં.જીવન મેં તું ડરના નહીં, સર નીચા કભી કરના નહીં.. હિંમતવાલેકો મરના નહીં…
અને મુશ્કેલીઓને લાત મારીને આગળ નિકળી જવાના ખયાલો ઘુમરાવા લાગે દિમાગમાં.

જીવન સે ભરી તેરી આંખે… જીવવા માટે મજબૂર કરી જાય તો પ્યાલો કોઈના નામનો પી ને ઝુમવાનું મન થાય જય જય શિવ શંકર સાંભળીને…

આ ઝુમવાની વાત પર તો પેલા ગીતની મારી બહુ ગમતી પંક્તિઓ યાદ આવી..
નશે મેં કૌન નહીં હૈ મુઝે બતાઓ ઝરા.. કિસે હૈ હોશ મેરે સામને તો લાઓ ઝરા..
નશા હૈ સબમેં મગર રંગ નશેકા હૈ જુદા!
ખીલી ખીલી હુઈ સુબહ પે હૈ શબનમકા નશા, હવા પે ખૂશ્બુકા બાદલ પે હૈ રિમઝિમકા નશા.
કહીં સુરૂર હૈ ખુશીયોં કા, કહીં ગમકા નશા.
નશા શરાબમેં હોતા તો નાચતી બોતલ.. મયકદે ઝુમતે પૈમાનોમેં હોતી હલચલ..
નશે મેં કૌન નહીં હૈ મુઝે બતાઓ ઝરા..

અહા… નશા..નશા..નશા.. વગર શરાબે કેટલો રંગરંગી નશો ભર્યો છે જિંદગીમાં.. દસેય દિશાઓમાં..સૂરજ, ચાંદ, આકાશ, તડકો, વરસાદ, પવન, ફૂલોમાં..!!

પ્રેમની નાવ ડગમગતી લાગે ત્યારે બે વિકલ્પ હોઠ પર આવે .. 🙂
મંઝિલો પે આ કે રુકતે હૈ દિલો કે કારવાં.. કશ્તિયાં સાહિલ પે અક્સર ડુબતી હૈ પ્યાર કી.. ગાઈને ગમમાં ડુબવું?
કે પછી – મેરે પ્યાર કી નૈયા બીચ ભંવરમેં ગુડ ગુડ ગોતે ખાયે.. તું ઝટપટ પાર લગા દે ગાઈને હંકારી જવું સડસડાટ…!

મનની ગાડી મસ્તીના પાટે દોડતી હોય ત્યારે શબ્દોના પાટા પરથી લપસી પડવાનું મન થાય ને મન ગાય – હમ થે વો થી.. વો થી હમ થે..
હમ થે વો થી ઔર સમા રંગીન.. સમઝ ગયે ના!!
તારા રા રા રા રા.. જાતે થે જાપાન પહુંચ ગયે ચીન.. સમઝ ગયે ના!!

ના સમજાય તો કહી દેવાનું – જા રે જા રે કારે કાગા.. કા કા કા ક્યું શોર મચાયે! 🙂

આંખોમાં આંખ મિલાવી કહેવી હોય કોઈ વાત તો યાદ આવે – આપકી આંખોમેં કુછ મહેંકે હુએ સે રાઝ હૈ.. આપ સે ભી ખૂબસુરત આપકે અંદાઝ હૈ.
કોઈ આંખોમાં મળે જો જિંદગીનો જરા સરખો અંશ તો છેડાય આ ધૂન – જીવન સે ભરી તેરી આંખે.. મજબૂર કરે જીનેકે લિયે.

ગમતા વ્યક્તિના હાથમાં હોય હાથ ને ગમતી જગ્યાએ ગમતો સમય ગુજારવાનો હોય ત્યારે મનને આ ગીત ગાતું કેમ રોકી શકાય!!
ક્યા મૌસમ હૈ એ દિવાને દિલ.. અરે ચલ કહીં દૂર નિકલ જાયેં.. કોઈ હમદમ હૈ ચાહત કે કાબિલ.. તો કિસ લિયે હમ સંભલ જાયેં..
અને શા માટે સંભાળવું.. ચાર કદમ ચાલીને ખોવાઈ ના જવું!!

ઢળતી સાંજના રંગો આકાશે ફેલાતા હોય ને સ્મરણો સળવળે એ શબ્દ બનીને બહાર આવે – વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ..
વો કલ ભી પાસ પાસ થી, વો આજ ભી કરીબ હૈ..
કેવો અજબ શાંત સૂરમઈ માહોલ ઘેરી વળ્યો હોય ને આંખોમાં એની આપણી માટેના ખયાલો વાંચી શકાતા હોય.. આપણું નામ એના હોઠો પર મુસ્કાન બનીને બહાર આવતું હોય એ વિચાર જ કેવો સંગીતમય છે નહીં…!!

એમાં ય જો ઊગતી રાત અને કોઈ નદીના પ્રવાહ સંગ વહેતા સંગીતની સંગત હોય ત્યારે હળવેકથી સૂર છેડાય – જાગતી ઝિલકે સાહિલ પે કહીં.. લે કે હાથોમેં કોઈ સાઝ-એ હસીં.. એક રંગીન ગઝલ ગાતે હુએ.. ખુદ પે ઈતરાતે હુએ, ખુદ પે શરમાતે હુએ.. ચાંદની રાતમેં એક બાર તુઝે દેખા હૈ…
આંખ બંધ કરીને આવી કલ્પના તો કરી જો જો.. સંગીતની પ્યારભરી રંગીનીયતમાં ડૂબીને તરબતર ના થાય મન તો કહેજો..!

આવી જ કોઈ ચાંદની રાતે દિલ પાસેથી દાસ્તાન-એ જિંદગી સાંભળવાનું મન કરે ત્યારે ગાઈ ઉઠે –
ઠંડી હવા યે ચાંદની સુહાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની,
લંબી સી એક ડગર હૈ ઝિંદગાની.. અય મેરે દિલ સુના કોઈ કહાની..
સારે હસીં નઝારે સપનોમેં ખો ગયે.. સર રખકે આસમાં પે તારે ભી સો ગયે…
મેરે દિલ તુ સુના એક ઐસી દાસ્તાં.. જિસકો સુનકર મિલે ચૈન મુઝે મેરી જાન..!
અજબ ચૈનની લહેર હળવેકથી ફૂંકાઈને પસાર થઈ જશે પાસેથી..

તુમ્હે યે ઝિદ થી કે હમ બુલાતે, હમેં યે ઉમ્મીદ વો પુકારે.. હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન.. આવાઝ મેં પડ ગઈ દરારે..
હઝાર રાહેં મુડ કે દેખી.. કહીં સે કોઈ સદા ન આઈ..
એકાંતમાં આ ગીત ગુનગુનાવીને દર્દ ભર્યો માહોલ સર્જવામાં મજા તો છે પણ તિરાડો પડી જાય અને ઉમ્મીદ છુટતી જાય એ પહેલા જિદ છોડીને પ્રિયજન ને બોલાવી જ લેજો.

આવી જ કોઈ ઉદાસી ભરી મોસમ ઘેરી વળી હોય ને દિલને ક્યાંય ચેન ના પડતું હોય ત્યારે મનને કહેવું હોય છે કે –
દુઃખી મન મેરે સુન મેરા કહેના.. જહાં નહીં ચૈના વહાં નહીં રેહના..

અહીં નથી જ રહેવું કરીને પગ બીજી દિશામાં ઉપડે ને મન ગાતું જાય – શામ તન્હાઈ કી હૈ, આયેગી મંઝિલ કૈસે.. જો મુઝે રાહ દિખાયેં વો હી તારા ન રહા..!

ઉદાસીની વાત જિંદગી સુધી પહોંચી જાય અને સ્સાલું આપણું અસ્તિત્વ ય સાવ અજાણ્યું લાગે એક ક્ષણ તો – બડી સુની સુની હૈ.. ઝિંદગી યે ઝિંદગી. મેં ખુદ સે હું યહાં અજનબી અજનબી ગાઈને સુકૂન મેળવી લેવાનો જરા તરા…

બે ઘડી તો ગાળો બોલવાનું મન થાય જિંદગીને.. પણ ઉદાસીનો ય ઊત્સવ ઊજવી લેવાની વાત યાદ આવે ત્યારે બેફિકરા અંદાજમાં ગવાઈ જાય – કભી બેકસીને મારા, કભી બેબસીને મારા.. ગિલા મૌત સે નહીં હૈ.. મુઝે ઝિંદગીને મારા..
મારવી હોય એટલી થપાટો મારી લે એ જિંદગી.. તો ય અમે તો મસ્ત ફકિર બનીને ગાઈ જ લેવાના…

પૈસા પાછળ ભાગતા જમાનાને જોઈને બે-ચાર સૂરોમાં સંભળાવી દેવી હોય ત્યારે ગાઈ લેવાનું – પ્રેમ દેખા પ્યાર દેખા, યારી દેખી યાર દેખા..
દિલ કે આર-પાર દેખા, યે સારા સંસાર દેખા..
ઉપર-નીચે, અંદર-બાહર, દૂર-પાસ મૌસમ હૈ એક જૈસા..
પૈસા યે પૈસા.. પૈસા હૈ કૈસા..નહીં કોઈ ઐસા..!!!

વળી આવા લોકોને બે-ચાર સલાહો પણ આપી દેવાની કે – ગુણી જનો, ભક્ત જનો..
હરીનામ સે નાતા રે જોડો ભ’ઈ, માયા સે મુંહ મોડો રે..
જગત નારાયણકી જય જય બોલો બોલો.. નગદ નારાયણકો છોડો રે..!!
જય ગોવિંદમ જય ગોપાલમ..

અને આવી બધી ઝંઝટમાં ના પડવું હોય તો ભાડમાં જાય બધુંય.. આવી દુનિયા, માણસો કે વિચારોને તડકે મુકી ગાઓ – ચાહે કોઈ ખુશ હો ચાહે ગાલિયાં હઝાર દે.. અરે મસ્તરામ બનકે ઝિંદગી કે દિન ગુઝાર દે..

ખેર…
આ તો એક ઝલક છે. થોડું કહેવાયું અને ઘણું બાકી રહ્યું. જીવાશે, કહેવાશે, નિઃશબ્દ પણ થઈ જવાશે.. પણ કોઈ ને કોઈ ધૂન છેડાતી રહેશે મનની વાદીઓમાં..!

તુમ ભી ચલો.. હમ ભી ચલે.. ચલતી રહે ઝિંદગી!
ના ઝમીં મંઝિલ ના આસમાં, ઝિંદગી હૈ.. ઝિંદગી…

બહતેં ચલેં હમ મસ્તી કે ધારોં મેં.. ગૂંજે યહી ધૂન સદા દિલકે તારોમેં!
અબ રુકે ના કહીં પ્યારકા કારવાં.. નિત નઈ રુત કે રંગમેં.. ઢલતી રહે ઝિંદગી…..

આવી જ એક ૧૩ ઓક્ટોબરે કિશોરદા પસાર થઈ ગયા આપણી વચ્ચેથી પણ પાછળ છોડતા ગયા શબ્દો અને સંગીતમાં ઘોળેલો એમનો એ પહાડી અવાજ, જે ગુંજતો રહેશે આપણી આસપાસ હવાઓમાં અને મહેસુસ કરાવતો રહેશે આ ગીતોને.. સ્પર્શ, સંવેદનાઓમાં, વેદનાઓમાં… આંખોમાં, યાદોમાં.. કોઈ મસ્તીભરી સવારોમાં, ભીંજવી નાખતી સાંજોમા કે પછી કોઈ ભીગી ભાગી રાતોમાં…

Advertisements

26 thoughts on “કોઈ રોકો ના… દિવાને કો…!

  • મસ્ત ઉપમા આપી ‘અવાજ ઊંચેરા માનવી’..

   એ જે રીતે કોઈ ગીત ઉપાડે એ હલક પરથી ઓળખી લઉં કે આ કિશોરદા જ હોય.

   પાછા આવા શબ્દો એ ખુદ ઉમેરતા ગીતમાં અને એ ય એ રીતે કે ક્યાંય લય ખોરવાય નહીં અને મૌજનો એક રંગ ઉમેરાય.

 1. કિશોરકુમારની એક ખાસીયત હતી કે જે કલાકાર માટે એ ગીતો ગાતા.. ત્‍યારે એમ લાગે કે એ કલાકાર જ ગીતો ગાય છે… ચાહે તે રાજેશખન્‍ના..કે દેવસાબ હોય..મારા કોલરટયુનમાં પણ કિશોરદાનું ગોલમાલ ( જુનું) ફીલ્‍મનું ગીત આજે પણ છે… આનેવાલા પલ.. જાનેવાલા હૈ… હો સકતે તો ઇસમે જીંદગી બીતાલો…પલ જો યે જાનેવાલા હૈ….મૌલિકા ની મહેનત અને કિશોરદા પ્રત્‍યેની મહોબ્‍બ્‍ત લાજવાબ… સલામ સિવાય કાંઈ નહીં….

 2. ૧૯૬૯ પછી કિશોરકુમાર છવાઈ ગયા હતા જેમ ૫૦ના દાયકાના મધ્યથી મંડીને ૧૯૬૯ સુધી મહમ્મદ રફી, ૪૦ના મધ્યથી તલત મહમુદ અને તે પહેલાં કે એલ સાઅયગલનો યુગ હતો. એ સમયનાં દરેક ફિલમ ગીતના ચાહકને તે સમયના ગાયક માટે આવો જ બેપનાહ લગાવ જોવા મળ્શે. [સાચું સમજ્યાં, હું મહમ્મદ રફીના કાળની વ્યક્તિ છું. મેં કહેલા દરેક ગાયકો, અને તે ઉપરાં મુકેશ કે મન્ન ડે કે મહેન્દ્ર કપુરની પોત પોતાની ખુબીઓ હતી તે પણ સ્વીકારવું જોઇએ. અમે પણ મહમ્મદ રફીનાં ગીતો રેડિયો પર સાંબળતા ત્યારે દિમાગ એટલું જ તર થતું જેટલું મૌલિકાબહેન અને તેમની પેઢીનું કિશોરકુમારને સાંભળીને થાય છે.)
  કિશોર કુમાર જેટલી જ મુક્ત શૈલીમાં તેમને યાદ કરવા બદલ મૌલિકાબહેનને પણ ખાસ અભિનંદન..

  • શુક્રિયા અશોકભાઈ,

   તમારી વાત સાથે સહમત… દરેકની અલગ જ ખુબીઓ હતી.
   તલત મહેમુદ અને સાયગલને તો ઓછા સાંભળ્યા છે પણ મો.રફી, મન્ના ડે, મહેન્દ્ર કપુર ઉપરાંત હેમંતકુમાર, જગજીત સિંગ, મહેંદી હસન, ભુપીન્દર, ગુલામ અલી અને લતાજી, ફરીદા ખાનમ, આબિદા પરવીનના કેટલાક ગીતો, ગઝલો માટેય એટલો જ લગાવ છે.

 3. પિંગબેક: Carnival of Blogs on Golden Era of Hindi Film Music – October 2013 | The world is too small? or Is it?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s