બાબુભાઈ


બાબુભાઈ એમનું નામ.

દિવસની શરૂઆત મોટા મોટા અવાજોથી કરે. ખોંખારાના અવાજો, બ્રશ કરતાં કરતાં સતત ગળું ખખડાવવાના અવાજો, ઉંઘતા સભ્યોને ખખડાવીને ઉઠાડવાના અવાજો, ‘નવ નવ વાગ્યા સુધી પડ્યા રહો છો.. શું ઉકાળવાના જિંદગીમાં?

આવા પ્રાતઃ કર્મો પતાવ્યા પછી ચા-પાણી ને છાપાનો દૌર શરૂ થાય.  કાંતાઆઆઆ…. કહું છુ સાંભળે છે?  ચા બનાવી કે નંઈઈઈ?  છાપાઓ ક્યાં છે? ખબર નથી પડતી કે મારો ટાઈમ થઈ ગયો છે?? (ભ’ઈ આમ ને આમ કરીશ તો એમ પણ તારો ટાઈમ આવી જશે એક દિવસ!!)

ઓફિસ જેમ-તેમ પતાવીને ખૂબ મજદૂરીનું કામ કર્યુ હોય એવા ચેહરે ઘર તરફ બાબુભાઈ પ્રયાણ…

ઘરે જઈને…
“કાંતાઆઆઆ.. હું આવી ગયો છું. ( કેવા નસીબ ઘરવાળાઓના..!!) ક્યાં મરી ગયા બધા.

જમતી બખતે બાબુભાઈઃ ” ક્યારેક તો કંઈક ઢંગનું બનાવો. આટલા વર્ષો પ્રેકટિસમાં જ કાઢશો કે શું? બાપાનાં ઘરે તો કંઈ શીખ્યા નઈ ને અહીં આવીને ય કોઈ કાંદા કાઢ્યા નથી.

અને અંતે પથારીમાં પડતા પહેલા…

વાહ… બાબુભાઈ. સવારથી લઈને રાત સુધી તમે તો રંગ રાખ્યો.

આ બાબુભાઈ કોઈ એક પાત્ર નથી પણ આપણી જ આસ-પાસ અથવા આપણાં મહીં જ રહેલો માણસ છે. જેનો વિચાર મને રોજે-રોજ આસ-પાસમાં, રસ્તામાં કે સગા-સંબંધીઓમાં ભટકાતા માણસોનાં વ્યવહાર, વાણી કે વર્તનનાં અવલોકન પછી આવ્યો છે. આપણામાં ક્યાંક ને ક્યાંક આ બાબુભાઈની કોઈ ને કોઈ લાક્ષણિકતાઓ ઝલકતી જ હોય છે.

આ બાબુભાઈઓ સામે અરીસો ધરવાનું કારણ એટલું જ કે ખુદમાં અનેક પ્રકારની એબ હોવા છતાં એ દુનિયાને, દેશને, લોકોને સુધારવા નિકળ્યા છે. એ ય કોઈ નક્કર ઉપાયોથી નહીં પણ નકરા વાણી-વિલાસથી.

‘મારે શું અને મારું શું’ વાળી માનસિકતાને નસે-નસમાં ભરીને ફરતા બાબુભાઈઓની આ વાત વાંચો ભેળપુરી પર..

http://www.bhelpoori.com/2013/11/02/babubhai/

10 પ્રતિસાદ “બાબુભાઈ” માટે

  1. દુનિયાના બધા જ બાબુભાઈઓ (મારા સહિત)ને નમસ્તે!!

  2. ગજબ સત્ય લાવ્યા મૌલિકાજી

  3. મૌલિકાબેન, ભટકતા ભટકતા આપના બ્લોગમાં આવી ચડ્યો. બ્લોગ ગમી ગયો. સરસ સરસ વાતો ગમી જાય એ રીતે થોડા જ શબ્દોમાં. આવતો રહીશ. વાતો માણતો રહીશ. હું પણ સુરતી છું હોં
    પ્રવીણ શાસ્ત્રી.

    1. Thank you and most welcome.. 🙂
      surat na chho e jaani vishesh anand thayo.

  4. આવાતો ઘણા બાબુભાઈઓ આપણી આસપાસ જોવા મળી જાય છે. btw, સરસ લખાણ..

  5. થોડા તો અમે પણ બાબુભાઈ છીએ પણ હા ૧૦૦% તો નહી જ.

Leave a reply to pravinshastri જવાબ રદ કરો