અર્પણ


જિન્દગીમાં બહુ ઓછી ક્ષણ કે ઘટનાઓ આવે છે કે જે સખ્ત અને સુખદ આશ્ચર્ય સાથે અચાનક ઘટી હોય. એ શ્વાસ પર્યંત ભૂલાય તો નહીં જ અને યાદ પણ કરીએ તો એક આનંદના ઉભરા સાથે યાદ આવે.
એવી જ એક ઘટના બની કે જ્યારે મારા ઘરે બે બુક આવી, મારા મામાની લખેલી…
એમાંની એક બુક એટલે આ….

IMG-Book

મામા એટલે દેવેશ મહેતા, જે ‘અગોચર વિશ્વ’ નામની કોલમ વર્ષોથી ગુજરાત સમાચારમાં લખે છે.

બુક મોકલી એ માટે મેં નેચરલી બુકનું કવર પેજ જોઈને જ તરત એમને ફોન કર્યો, તો એમણે કહ્યું કે, સૌથી પહેલાં એનું પહેલું પાનું તો ખોલ…
મેં ખોલ્યું અને જે જોવા મળ્યું એ તો અકલ્પનીય હતું.

IMG-Arpan

આટલું વાંચ્યા પછી મને જે ખુશી થઈ છે એને શબ્દોમાં તો વ્યક્ત કરવી અતિ મુશ્કેલ છે.
મેં તો કલ્પનામાંય નહોતું વિચાર્યું કે મારામાં કોઈ આટલા બધા ગુણો પણ જોઈ શકે છે!!!
અને એય આમ કાવ્યમય રીતે હજારો પુસ્તકો દ્વારા મારી અને દુનિયાની સમક્ષ આવશે એવું તો સ્વપ્નમાંય ક્યાંથી હોય!!!!

ખરેખર….જિન્દગીની બહુ મૂલ્યવાન ભેટ છે આ..!!
મન ખુશહાલ થઈ ગયું.

અંતે…. એજ તો ઈચ્છતા હોઈએ છે આપણે….. ખુશી.
જેનાથી ભવિષ્યમાંય સ્મરણો સભર બની જાય, યાદ આવે ને આંખો ઝળઝળાવી નાખે, મન ફરીથી ખુશહાલ થઈ ઉઠે…

Advertisements

25 thoughts on “અર્પણ

 1. શ્રી દેવેશ મહેતા આપના મામા થાય ?! તેમની કોલમ’ની રીતસર’ની રાહ રહેતી અને એટલી જ મુગ્ધતા’થી વંચાતી પણ ખરી [ હજુ પણ કેટલાક જુના કટિંગ્સ પાસે સાચવેલા પડ્યા છે ] . . .

  અને આટલું સુંદર ‘ અર્પણ ‘ ! ખરેખર આનંદ થયો 🙂

 2. શ્રી દેવેશ મહેતાએ જે આશ્‍ચર્ય સર્જયું એ ખરેખર વ્‍યાજબી છે… અમોએ આપના આ ગુણો વર્ષો પહેલા જાણી લીધા હતા… આખરે આપણે શ્રી બક્ષી સાહેબના બાસીંન્‍દા છીએ ને ???અને એ માટે તમારા મામા શ્રી દેવેશભાઇને અને આપ બંનેને અઢળક અભિનંદન….

 3. ક્યાંક ને ક્યાંક ડી એન એ માં આ બધો વારસો મળે છે। .આપણા પિતૃ પક્ષે કે માતૃ પક્ષે ..અને આપણા થી પણ આપણા અઝીઝ આપણને વધુ ઓળખે છે અને એ લોકો યોગ્ય સમયે એનો પ્રતિભાવ પણ આપે છે .આપ આ અભિનંદનને લાયક પણ છો મૌલિકા …

  • આપની થોડી વાત સાથે સહમત પણ ક્યારેક અઝીઝ પણ ઓળખાતા નથી હોતા અને ઓળખે તો પ્રતિભાવ નથી આપતા. એટલે આવી ભેટ મળે ત્યારે વિશેષ આનંદ થાય.
   મને લાયક ગણવા માટે આ દોસ્તનો આભાર..

 4. મૌલિકા બેન
  તમારી તમારા મામાએ સત્ય નિષ્ઠાથી કદર કરી કહેવાય
  મામા ઘણા સબંધીઓને બુક અર્પણ કરી શકત , પણ એ બધાકરતા તમારામાં ઘણી યોગ્યતા જોઈ હશે . અને હું પણ કહું છું કે તમારામાં યોગ્ય્તાછેજ
  કદરદાન મામા અને જેની કદર થઇ એવી મૌલિકા બેનને મારા ઘણા અભિનંદનો . આતાના તમે જીવનમાં ખુબ સફળતા મેળવશો એવા આશીર્વાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s