Archive | જાન્યુઆરી 2016

જિંદગીની થોડી સાંજ ગમતાં ગીતોને નામ

 

જિંદગી આજે છત્રીમાંથી બહાર નીકળી, યાને કે ૩૭મા વર્ષમાં પ્રવેશી.

હજુ પણ ઉપર નીલી આસમાની છત્રી જોઈને હાથ ફેલાવી બાથ ભરવાનું મન થાય છે.

હજુ પણ આંખોમાં ‘હૈરાની’, દિલોમાં ‘બેતાબી’ અને નજરમાં ‘ખ્વાબો કી બીજલીયાં’ દોડતી રહે છે.

મતલબ કે ‘ઝિંદા હૈ હમ’

વાસંતી મૌસમ હોય ને વહેતી હવાઓ વચ્ચે દાસ્તાન-એ- જિંદગીની વાત થતી હોય ત્યારે કોઈ સરગમ તો છેડાવી જોઈએ ને!

સુના રહા હૈ યે સમા, સુની સુની સી દાસ્તાં

ફઝા ભી હૈ જવાં જવાં.. હવા ભી હૈ રવાં રવાં..

ચાંદની રાત મેં જાગતી ઝિલ કે સાહિલ પે કહીં ,  હાથો મેં  હો કોઈ સાઝ-એ-હસીં,

મુહબ્બત જવાં હો, ખુલા આસમાં હો..

કરે કોઈ દિલ આરઝુ ઔર ક્યા!!!

જિંદગીમાં બીજું શું જોઈએ! આવી જ કોઈ ચંદ આઝાદ ઘડીઓમાં તો છૂપાઈ છે જિંદગી.

 

9181075_orig

 

ક્યારેક ‘હૈ સફર બહોત હી કઠિન મગર ન ઉદાસ હો મેરે હમસફર’ ગાવાનું મન થાય તો ક્યારેક ‘સુહાના સફર ઔર યે મૌસમ હસીં’ યાદ આવે.

એક વાર વાતવાતમાં જિંદગીને મારાથી કહેવાઈ ગયું હતું કે –

“હું ક્યાં કહું છું કે સુખ કાયમ વરસતું રહેવું જોઈએ…
પણ દુઃખના દિવસોમાં ધીરે ધીરે ટપકતું રહેવું જોઈએ!”

મારા માટે આ ટપકતાં સુખના થોડા ટીપાં એટલે ગીત-સંગીત.

એ જ ઝરમર વરસાવવાનું મન થાય છે આજે.

ગીતો વડે રીમઝીમ રસ વરસાવનારા સંગીત વિનાની જિંદગીની કલ્પના પણ થઈ શકે છે?

જિંદગીની બેઝિક જરૂરીયાતો હવા, પાણી, રોટી, કપડાં અને મકાનમાં એક ઓર જરૂરિયાત એટલે કે ‘સંગીત’ ઉમેરાવું જોઈએ એમ નથી લાગતું?

અગર સાંભળી શકો તો પૃથ્વી પણ ગાય છે અને બ્રહ્માંડમાં પણ અનહદનો કોઈ નાદ ગૂંજતો રહે છે.

સડકો પર રહેતા હોઈએ કે મહેલોમાં પણ દિલ તો ગાતું રહેવું જોઈએ.

સુખ-દુઃખ, ચડતી-પડતી, આનંદ-વેદનાઓ તો શ્વાસ ટકે છે ત્યાં સુધી ચાલ્યા કરશે. પણ આ દરેક પરિસ્થિતિઓમાં સાથે ને સાથે રહેલા થોડા ગીતો, દિલોદિમાગમાં ગૂંજતા રહ્યા છે જે સતત. એ જ ગીત વહેંચવા છે આજે.

વર્ષ આખુંય જાણે સૂરો પર સવાર રહ્યું. મનના એકાદ ખૂણે કોઈ એકતારો ધીમે ધીમે વાગતો રહ્યો છે સતત.

એવા ગીત, જેના માટે તલત મહેમૂદની જેમ ગાવાનું મન થાય –

દિલ મેં રખ લેના ઇસે હાથો સે યે છૂટે ના કહીં

ગીત નાજુક હૈ મેરા શીશે સે ભી ટૂટે ના કહીં

જલતે હૈ જિસકે લિયે…

જગજીત સિંગના અવાજમાંથી રેલાતા ગાલીબ મનને ઝંઝોડતા રહે વક્ત બે-વક્ત….

આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક..

કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક…

દરેક અહેસાસની તીવ્રતા કદાચ અમુક સમય સુધી જ રહે છે. એની અસર ખતમ ના થાય ત્યાં સુધીમાં એને પહોંચાડવા માટેનો મુકામ પણ સમયસર મળી જવો જોઈને ને!!

નહીંતર નાસીર ફરાઝના બોલ ગુંજી ઊઠે – ઝિન્દગી દો પલ કી… ઇન્તઝાર કબ તક હમ કરેંગે ભલા..!!

કે પછી છોટી સી જિંદગીને વિશાળતાથી જીવી લેવાનું કહેતા હેમંતકુમાર ગાઈ ઉઠે –

ઝિંદગી પ્યાર કી દો-ચાર ઘડી હોતી હૈ

ચાહે થોડી ભી હો યે ઉમ્ર બડી હોતી હૈ.

 

જિંદગીના રોજીંદાપણાને સહલાવતા સહલાવતા ગીતો ગુંજતા રહ્યા મનની વાદીઓમાં. કોઈપણ કામ કરતા કરતા કે પછી ફુર્સતની ઘડીઓમાં અને ક્યારેક સ્વપ્નોમાંય જહનમાં તાલબદ્ધ અવાજો પડઘાતા રહ્યા. જેણે જિંદગીને દરેક કદમ પર એક નવો આયામ આપ્યો, એક અલગ અર્થ આપ્યો.

રોજે-રોજ કંઈક ને કંઈક બદલાતી રહેતી પરિસ્થિતિ પ્રમાણેના મૂડ-મિજાજને પારખીને મન બહલાવતા રહ્યા છે આ ગીતો…

ઉઘડતી રાતે ગરદન ખેંચીને ખીલેલા ચાંદને જોતા જોતા કાનમાં ગૂંજે તલત અઝીઝનો રેશમી અવાજ –

સુર્ખ ફૂલોં સે મહક ઉઠતી હૈ દિલકી રાહે,

દિન ઢલે યું તેરી આવાઝ બુલાતી હૈ હમે…

ઝિન્દગી જબ ભી તેરે બઝ્મ મેં લાતી હૈ હમે..

એ ઝમીં ચાંદ સે બેહતર નઝર આતી હૈ હમે…

ને દિલ રોશન રોશન કરી જાય.

ગમ અને ખુશીની ધૂપ-છાંવ ઘેરી વળે ત્યારે ફૈઝ અવારનવાર યાદ આવે અને એ ય નૂરજહાંના મંજાયેલા સ્વરમાં…

ઓર ભી દુઃખ હૈ ઝમાને મેં મુહબ્બત કે સિવા.. રાહતે ઓર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા..

ચાંદની રાતમાં ચાંદ-તારાઓનો સંગાથ જોઈને ક્યારેક એકલતા ઘેરી વળે ત્યારે એ જ નૂરજહાંનો સ્વર વિંટળાય આસપાસ –

આ રાત જા રહી હૈ યૂં જૈસે ચાંદની કી બારાત જા રહી હૈ..

ચલને કો અબ ફલક સે તારોં કા કારવાં હૈ.. ઐસે મેં તું કહાં હૈ… દુનિયા મેરી જવાં હૈ.. આવાઝ દે કહાં હૈ….

એમાંય જો સૂર માં સૂર મળે તો ત્યાં જ જિંદગીની વસંત ખીલે..

કયું હમ બહારો સે ખુશિયાં ઉધાર લે.. કયું ના મિલકે હમ હી ખુદ અપના જીવન સંવાર લે..

તું જો મેરે સૂર મેં સૂર મિલા લે…

 

મુહબ્બતના મોડ પર કોઈ અન્જાન આંખોમાં વર્ષોની પહેચાન ઉભરાય ત્યારે હૃદયના તાર ઝણઝણે અને હેમંતદા સૂરોમાં લહેરાય.

ન તુમ હમે જાનો, ન હમ તુમ્હે જાને

મગર લગતા હૈ કુછ ઐસા… મેરા હમદમ મિલ ગયા…..

ઊઘડતી રાતે સજતી સંવરતી મોસમની સાક્ષીએ સજનને શિકાયત કરવાનો મૂડ હોય ત્યારે ભૂપિન્દરના અવાજમાં સહજ જ ગીત ઉઘડે…

ગમ ખુશી ખુશી છુપા લિયા.. દર્દ કો ભી દિલ બના લિયા..

ઝિન્દગીને આઝમા લિયા..તુમ તો ન લો ઇમ્તિહાં..

ઋત જવાં જવાં… રાત મહેરબાં… છેડો કોઈ દાસ્તાં…

ગહેરી ખામોશ રાત્રે છત પર સૂતાં સૂતાં તૂટતાં તારાઓને જોઈને સાહીરસાહેબના શબ્દો ગુનગુનાવવાનું મન થાય –

આતી હૈ સદા તેરી ટૂટે હુયે તારોં સે.. આહટ તેરી સુનતી હૂં, ખામોશ નઝારો સે…યે રાત યે ચાંદની ફિર કહાં.. સુન જા દિલ કી દાસ્તાં…ચાંદની રાતે, પ્યાર કી બાતે.. ખો ગઈ જાને કહાં..

રાત અને બાત ભલે ખોવાઈ જાય પણ પ્યાર…! પ્યાર હંમેશા કહેતો રહે છે –

ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે

મગર હમ હમેશા તુમ્હારે રહેંગે.

 

દાસ્તાન-એ-દિલ સુનાવવાની ઈચ્છાઓ ત્યારે પણ જાગે જયારે સફરના ખૂબસૂરત નઝારાઓ કોઈ હમસફર સાથે વહેંચાય અને મન ગાય –

મુહબ્બત જવાં હો, ખુલા આસમાં હો

કરે કોઈ દિલ આરઝુ ઔર ક્યા!

યે રાતે યે મૌસમ નદી કા કિનારા, યે ચંચલ હવા…

પ્રિયજન સાથે ગુજારેલી ચંદ ક્ષણો હંમેશા ગાતી હોય ફય્યાઝ હાશમીના બોલ –

વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર… ચંદ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ..

ઇસકો ખોકર મેરી જાંને જાં… ઉમ્રભર ના તરસતે રહો..

આજ જાને કી ઝિદ ના કરો..

 

કોઈ વણબોલ્યો કરાર શબ્દ બની બેગમ અખ્તરના અવાજમાં વહે આસપાસ –

વો જો હમ મેં તુમ મેં કરાર થા… તુમ્હેં યાદ હો કે ના યાદ હો.

વહી યાની વાદા નિબાહ કા.. તુમ્હેં યાદ હો કે ના યાદ હો..!

 

અજાણ્યા પ્રદેશોમાં એકલવીર થઈને ભમતા ભમતા ‘મોઈ ઇતિ જાજાબોર’ હોઠો પર આવે અને જહનમાં ભૂપેન હઝારીકાનો ઘૂંટાયેલો અવાજ –

 મૈને દેખી હૈ કહીં ગગન ચૂમતી ઊંચી અટારી ઔર ખ્વાબ છનતી દેખી હૈ વહીં ઝીંદગી બેચારી મૈને દેખે હૈ ઝમીં પે કઈ બુઝાતે હુએ સુરજ જલતા હૈ જો આકાશ મેં વો રાત કા તારા હું હાં… આવારા હું.

જિંદગીની સફરમાં આ બન્જારાપણું એના રંગ બતાવે ત્યારે કોઈની હમસફર બનવાની ખ્વાહીશોને કહેવું પડે ગુલામ અલીની જેમ –

પૂછ કર મેરા પતા વક્ત રાયગા ન કરો.. મેં તો બંજારા હૂં… ક્યા જાને કિધર જાઉંગા.ઈતના ટૂટા હું કે છૂને સે બિખર જાઉંગા.

કે પછી કોઈ મનગમતો નઝારો કલ્પનાઓમાં હોય અને ઈચ્છાઓ કહી ઉઠે –કોઈ રાત ઐસી ભી આયે કે યે મંઝર દેખું.તેરી પેશાની હો ઔર અપના મુકદ્દર દેખું…

 

એકલતા જ્યારે સપનાઓના રંગને ઝાંખા પાડી દે ત્યારે નિદા ફાજલીના શબ્દો ગાતા ભૂપેન્દ્ર યાદ આવે –

કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા.. કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા..જિસે ભી દેખિયે વો અપને આપ મેં ગુમ હૈ.. ઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતા…

જિંદગીના જખ્મો પણ કમાલની ચીજ છે. ભીતરથી ઉઝરડા પાડી છોલી નાખે પણ બહારથી ક્યારેક અણસાર પણ ન આવવા દે.

દર્દ પર દર્દ આપીને તૈશમાં આવી ગયેલો સમય બદલાય ત્યારે જિંદગીય સેપિયા રંગોની બની ગઈ હોય.

જખ્મ દિખતે નહીં અભી લેકિન, ઠંડે હોંગે તો દર્દ નિકલેગા..તૈશ ઉતરેગા વક્ત કા જબ ભી.. ચેહરા અંદર સે ઝર્દ નિકલેગા….આજ બિછડે હૈ, કલ કા ડર ભી નહીં.. ઝિન્દગી ઈતની મુખ્તસર ભી નહીં…

આંખોની એ મહેંકતી ખુશ્બૂ અનુભવ્યા પછી એને કોઈ નામ આપવાની જરૂર રહે ખરી?

મુસ્કરાહટ સી ખિલી રહતી હૈ આંખો મેં કહીં ઔર પલકો પે ઉજાલે સે ઝુકે રહતે હૈ હોઠ કુછ કહતે નહીં, કાંપતે હોઠો પે મગર કિતને ખામોશ સે અફસાને ઝુકે રહતે હૈ.

આવા જ કોઈ આંખોમાં ઉભરતા ખામોશ અફસાનાને બયાન કરતી જગજીત-ચિત્રા સીંગની ગઝલ ગૂંજી ઉઠે– કૌન કહતા હૈ મુહબ્બત કી ઝુબાં હોતી હૈ…યે હકીકત તો નિગાહો સે બયાં હોતી હૈ !

હંમેશા આંખો જ બોલે ને જબાન ખામોશ રહે એ તો કેમ ચાલે? ક્યારેક વળી કહી જ દેવું પડે – મૈં કહતા હું ઈસ દિલ કો દિલ મેં બસા લો, વો કહતે હૈ હમ સે નિગાહેં મિલા લો…નિગાહો કો માલુમ ક્યા દિલ કી હાલત ! નિગાહો નિગાહો મેં ક્યા બાત હોગી!!!

 

તપી ગયેલી જિંદગીમાં શીતળ છાંયાની જેમ લહેરાઈ આવતી સોબત અનુભવ્યા પછી કહ્યા વિના કેમ રહી શકાય –

તુમકો દેખા તો યે ખયાલ આયા ઝીંદગી ધૂપ તુમ ઘના સાયા…

એના પ્રેમને ખાતર જિંદગી લૂંટાઈ જાય ને ભગવાન પણ ભૂલાઈ જાય તોય શું? દીવાનગીનું નામ જ તો ચાહત. જગજીત-ચિત્રા સીંગના અવાજમાં ઘુમરાય ને સુદર્શન ફાકિરનું પેલું ગીત!

અગર ખુદ કો ભૂલે તો કુછ ભી ન ભૂલેચાહત મેં ઉનકી ખુદા કો ભૂલા દે  અગર હમ કહે ઔર વો મુસ્કુરા દે હમ ઉનકે લિયે ઝિન્દગાની લૂટા દે…

 

તેજ ભાગતી જિંદગીમાં મઝધારે પહોંચતા તો હાંફી જવાય છે નહીં?

ત્યાં પણ મદદ-એ-ગીત લઈને મન્નાડે હાજર છે જનાબ!

પાર હુઆ વો રહા જો સફર મેં

જો ભી રૂકા, ઘિર ગયા વો ભંવર મેં

તુજ કો ચલના હોગા..

દોડી દોડીને થાકી ગયેલા કદમોમાં કિશોરદાની હાક સુણીને નવું જોમ ભરાય –

સાથી ન કારવાં હૈ, યે તેરા ઇમ્તિહાં હૈ

યું હી ચલાચલ દિલ કે સહારે, મંઝિલ કરતી હૈ તુજ કો ઈશારે… ઓ રાહી ઓ રાહી.

 

જિંદગીની બડી કઠિન રાહો પર કોઈ ભૂલ્યા-ભટક્યા મુસાફર જેવું અનુભવાય ત્યારે અહમદ હુસેન, મોહમ્મદ હુસેનના અંદાજમાં લલકારવાનું મન થાય ત્યારે રોકી કેમ શકાય જાતને?

પ્યાર સચ્ચા હો તો રાહે ભી નિકલ આતી હૈ

બીજલીયા અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ.

તું ભી બીજલી કી તરહ ગમ કે અંધેરો સે નિકલ

ચલ મેરે સાથ હી ચલ…

 

પર્દા પાછળ રહીને તો ઈશ્વર કામ કરે પણ માણસે પ્રેમ કાયમ છૂપાઈને જ કેમ કરવો પડે છે?

અહમદ ફરાઝનો કાતિલ કટાક્ષ મેંહદી હસનના અવાજમાં છેડવાનું મન થાય…

તું ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તો જૈસા,

દોનો ઈન્સાન હૈ તો ક્યોં ઈતને હિજાબો મેં મિલે!!

અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મિલે…

 

કોઈ સો પરદાઓમાં ભલે રહે પણ દિલનો અવાજ દિલ ફાડીને નીકળે છે મૌસમ બદલાતી રહે છે પણ દિલનું દર્દ !? દર્દ કાયમ રહે છે.

દો પત્તે પતઝડ કે પૈડો કી શાખો સે ઉતરે થે..

ફિર કિતને મૌસમ ગુઝરે,

વો પત્તે દો બેચારે, ફિર ઉડને કી ચાહત મેં વો સહરાઓ સે ગુઝરે

વો પત્તે દિલ-દિલ થે…

પ્યાર મુહબ્બત હોય ત્યાં વસ્લ અને વિરહના ખુશી અને ગમ તો રહેવાના જ.

કોઈ દિલમાં મહેંકી ઉઠે છે છે બાગ બનીને… છવાઈ જાય છે આપણા અસ્તિત્વ પર આસમાન બનીને અને ગવાઈ જાય છે –

તુમ હમારી ઝિંદગી કે બાગ હો

તુમ હમારી રાહ કે ચરાગ હો,

મેરે લિયે આસમાં હો તુમ… યાદ કિયા દિલ ને કહાં હો તુમ !

થોડો ઈન્તઝાર તો મીઠો લાગે પણ લાંબી જુદાઈ થઈ જાય ત્યારે નીંદ હરામ કરી નાખે.

એક સીધી અને સરળ વાત કહેવા માટેય જબાન આમ ખામોશ કાં થઈ જાય? ગાવાનું મન થાય ગુલઝારનું એ ગીત હેમંતકુમારના અવાજમાં –

હોઠ પે લિયે હુએ, દિલ કી બાત હમ

જાગતે રહેંગે ઔર કિતની રાત હમ..

મુખ્તસર સી બાત હૈ – તુમ સે પ્યાર હૈ… તુમ્હારા ઈન્તઝાર હૈ!

 

ફેલાતી જતી રાતના કોઈ પહોરે રાતરાણીની ખૂશ્બુ દિલોદિમાગ પર છવાતી જાય ત્યારે મન ગાઈ ઉઠે –

ફિર છીડી રાત, બાત ફૂલોં કી..

રાત હૈ યા બારાત ફૂલોં કી…

 મૌસમ એની પૂરી મસ્તીમાં ખીલી ઉઠે ત્યારે એકલતા ભારે પડી જાય ને કહી ઉઠે –

મૌસમ હૈ આશિકાના.. અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના..

જેવા એ આવીને પાસે બેસે કે સાંજ જાણે રોશન રોશન થઇ જાય અને હવામાં ગૂંજી ઉઠે

– વો આ કે પહલું મેં ઐસે બૈઠે કે શામ રંગીન હો ગઈ હૈ
ઝરા ઝરા સી ખીલી તબિયત, ઝરા સી ગમગીન હો ગઈ હૈ…

અને ગમગીન કેમ ન થાય? મિલન પછી ફરીથી વિયોગની ઘડીઓ રાહ જોતી જ હોય છે!

આમ નારાજગીથી ન જુઓ યાર…

વિરહની ઘડીઓમાં હાલ-એ-દિલ તો જે સહે એ જ જાણે !

સાથે ગુજારેલી ક્ષણોના સ્મરણોનો મહામૂલો સામાન કોઈને પાછો કઈ રીતે મોકલી શકાય?

કઈ રીતે કહી શકાય કે મારી પાસે તો

–પતઝડ હૈ કુછ… યા સાવન કે ભીગે ભીગે દિન રખે હૈ!ગીલી મહેંદી કી ખૂશ્બુ,

ઝૂઠમૂઠ કે શિકવે કુછ ઝૂઠમૂઠ કે વાદે ભી સબ યાદ કર દૂં.સબ ભિજવા દો, મેરા વો સામાન લૌટા દો.

ફરી ફરીને તન્હાઈઓના દૌરમાંથી ગુજરવાનું થાય ત્યારે દિલને સમજાવવા ગુનગુનાવે મન તલત મેહમૂદનું એ દિલકશ ગીત –

ફિર વોહી શામ વોહી ગમ વોહી તનહાઈ હૈ..

દિલ કો સમઝાને તેરી યાદ ચલી આઈ હૈ…

 

જિંદગીની સફર કોઈના માટે આસાન નથી હોતી.

ચિત્રા સીંગ ગાય છે ને –

ઝિંદગી કો કરીબ સે દેખો

ઈસકા ચેહરા તુમ્હે રુલા દેગા…

-બસ એવી જ કંઈક.

છતાંય દરેક મુકામ પર કંઈક મનગમતું મળતું રહે છે, જે સફરને સહેવા લાયક બનાવી આપે છે.

એને કહેવાનું મન થાય છે કે –

સફર ખત્મ કર દેંગે હમ તો વહીં પર

જહાં તક તુમ્હારે કદમ લે ચલેંગે…

આવતી પળ તો શું લઈને આવશે એ કોણ જાણી શકે છે પણ બસ ઢોલક પર થાપ દઈને માથું ઘુમાવી ગાઈ નાખવાનું-

ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં

સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના…

તો હમસફર દોસ્તો, આવા તો હજારો ગીતો છે જે કોઈને કોઈ ઘટનાઓમાં, સંવેદનાઓમાં, યાદોમાં, બદલાતી મોસમોમાં મંડરાતા રહે છે, ગુંજતા રહે છે આસપાસ.

ક્યા ભૂલું ક્યા યાદ કરું!!!

આજે તો બસ વીતી ગયેલો દૌર આંખોમાં ઉભરતો રહે છે અને ગાતો રહે છે –

ગુઝર ગયા વો ઝમાના કૈસા કૈસા…

યાદ આવે છે – વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની.

પછી વિતેલા જમાનાની જાહોજલાલીમાં ખોવાઈ ગયેલા મનને કહેવું પડે છે –

ઈસ જીવન કી ચઢતી ઢલતી ધૂપ કો કિસને બાંધા!

કાહે યે જતન કરે..  મન રે… તું કાહે ન ધીર ધરે!

ખેર…

જિંદગી અને મૌતનો સિલસિલો તો ચાલતો રહેશે અને મંઝીલની કોને પરવા છે?

ચાહત કે દો પલ ભી મિલ જાયે દુનિયા મેં યહ ભી કમ હૈ ક્યા!!

બસ અબ –

આખરી ગીત મુહબ્બત કા સુના લું તો ચલું…

એક દિવસ જગતને આપણે અલવિદા કહી જઈશું ત્યારે પણ કોઈ અવાજ ગૂંજતો છોડી જઈશું ખામોશ યાદોમાં-

જબ હમ ન હોંગે, જબ હમારી ખાક પે તુમ રુકોગે ચલતે ચલતે…

અશ્કો સે ભીગી ચાંદની મેં એક સદા સી સુનોગે ચલતે ચલતે..

વહીં પે કહીં હમ તુમકો મિલેંગે,

રહે ના રહે હમ મહેંકા કરેંગે….

 

 

Advertisements